ટ્રાફિક પોલીસ કે આરટીઓને આ ધૂમાડાના ગોટા નથી દેખાતા નથી ?

  • September 22, 2023 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પ્રદૂષણ એ અત્યારે વૈશ્ર્વિક સમસ્યા છે. આ માટે ગ્લોબલી બેઠકો થાય છે પરંતુ રાજકોટની વાત કરીએ તો સાવ સામાન્ય જેવી બાબત છે છતાં જાણે શહેર ટ્રાફિક પોલીસ, આરટીઓ, અને આડકતરી રીતે મુખ્ય જવાબદાર માની શકાય તેવા મહાપાલિકા તત્રં ઘોર બેદરકાર હોય એ રીતે શહેરભરમાં કાળા ડિબાંગ વાદળો જેવા ધૂમાડા ઓકતી બસોને જાણે કોઈ રોકનારું નથી કે દંડનારું નથી. બસો પ્રત્યે કદાચિત મહાપાલિકા અંધેર બની રહે પરંતુ સામાન્યજનને પીયુસી માટે દંડતી ટ્રાફિક પોલીસ કે આરટીઓ તત્રં પણ કેમ સાવ આેંખો મિંચીને બેઠુય છે? તેવા સવાલો શહેરીજનોમાં હશે.
વાહનો દ્રારા હવાઈ પ્રદૂષણ કંટ્રોલમાં રહે ધૂમાડા યોગ્ય માત્રામાં જ નીકળે તે માટે પીયુસી (પોલ્યુશન કંટ્રોલ સટિર્ફિકેટ) ફરજિયાત છે. ટુ વ્હીલથી લઈ ફોર વ્હીલ દરેક વાહનો માટે પીયુસી હોવું જરૂરી છે જો ન હોય તો વાહનોને નિયમ મુજબ દંડ, ડિટેઈન સુધી કાર્યવાહી થઈ શકે. આવા ચેકિંગ માટે ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગની મુખ્ય જવાબદારી કે કામગીરી છે. આ બન્ને વિભાગ દ્રારા સામાન્ય ટુ વ્હીલરધારકને પણ જો પીયુસી ન હોય તો અથવા વધુ માત્રામાં વાહન ધૂમાડા કાઢતું હોય તો તેની સામે સ્પોટ પર જ દંડ, ડિટેઈન, મેમો સહિતની કાર્યવાહી થાય છે. જરૂરી પણ છે સરવાળે તો વાતાવરણ શુધ્ધ રહે તેટલું તો પ્રજા માટે જ ફાયદાકારક છે.

રાજકોટ શહેરમાં દોડતી મહાપાલિકા સંચાલિત સિટી બસો ખખડધજ છે એ વાતો તો ઠીક કદાચ એ વાત શહેરીજનો, મુસાફરો સ્વીકારી પણ લે પરંતુ જે રીતે ધૂમાડા ઓકે છે એતો તદન ગેરવ્યાજબી માની શકાય. બસ નીકળે એટલે એ પુરા માર્ગ પર થોડીવાતો કાળા ડિબાંગ ધૂમાડાના ગોટે ગોટાનું સામ્રાય થઈ પડે છે. સૌથી કફોડી સ્થિતિ ટુ વ્હીલરચાલકોની બની રહે છે, જો બસની પાછળ જ હોય અને એમાય ટ્રાફિકમાં ફસાયેલા હોય તો કાળા ધઊમાડાના ગોટા સીધા શ્ર્વાસમાં જ ઘૂસે છે. કપડાથી લઈ શરીર પર પણ કાળા ધાબા થઈ પડે એ હદે કાળા ધૂમાડાનો ફોર્સ છૂટતો હોય છે.અધિકારીઓ, પદાધિકારીઓ કયારે એસી કાર છોડીને ટુ વ્હીલર પર નીકળે અથવા તો કોઈ માર્ગ પણ સીએમ (કોમનમે, સામાન્ય જન) બનીને માર્ગ પર ઉભા રહે તો પણ ત્યાંથી પસાર થતી આ કાળા ધૂમાડાના ગોટા છોડતી બસોને લઈને એ વિસ્તારમાં શ્ર્વાસ લેવામાં કેટલી તકલીફ પડે છે તેનો અહેસાસ થઈ શકે. જો ટ્રાફિક પોલીસ, આરટીઓ તત્રં સેહ શરમ છોડી આવી બસો સામે કાર્યવાહી નહીં કરે અથવા તો મહાપાલિકાના (બે) જવાબદારોને તાત્કાલિકપણે આવી બસો બાબતે તાકિદ નહીં કરે અથવા તો મહાપાલિકા નિભંરતા નહીં છોડે તો શહેરમાં તંત્રના પાપે શ્ર્વાસ, દમ, શ્ર્વસન ક્રિયાને લઈને થતાં વિવિધ રોગોના દર્દીઓ વધશે અને આ બધુ આડકતરું થાય તો તંત્રસાહકોના કારણે જ ગણી શકાય તેવું શહેરીજનોમાં નારાજગી સાથે માનવું પણ હશે.

તંત્રવાહકોએ ખોળ અને ગોળની નીતિ બધં કરવી જોઈએ, ઘર સે આરભં જરૂરી
વધુ પડતો વાતાવરણમાં ધૂમાડો, શ્ર્વદન (શ્ર્વાચ્છોશ્ર્વાસ) માટે પણ હાનીકારક બની રહે માટે પોલીસ અને આરટીઓએ કાર્યવાહી કરવી પણ યોગ્ય કે જરૂરી છે પરંતુ એકને ગોળને બીજાને ખોળની માફક રાજકોટમાં દોડતા સરકારી વાહનો સામે આખં મિંચામણા પણ એટલા જ ટીકારૂપ કહી શકાય કારણ કે આવા વાહનો સામે પણ નિયમ મુજબ કાર્યવાહી થવી જો,એ મહાપાલિકા તંત્રમાં ટ્રાન્સપોર્ટેશનનો હવાલો સંભાળતા અધિકારી, કોન્ટ્રાકટર તેમજ આવી જ રીતે અન્ય વિભાગો સરકારી વાહનોના માટે જવાબદારો સામે પણ નિયમ મુજબ કે કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવે તો પોલીસ અને આરટીઓ વિભાગની કામગીરી સૂયોગ્ય ગણી શકાય. આમ કહીં તો ઘરથી જ સફાઈ શરૂ થવી જોઈએ. સરકારી વાહનો જ પ્રદૂષણ મુકત હોવા જોઈએ તેવી વાત ચર્ચાઈ છે.

૨ હજાર કરોડનું વાર્ષિક બજેટ ધરાવતી મનપા થોડા ખર્ચે બસો રિપેર ન કરાવી શકે?
સિટી બસ સેવાતો જશ ખાટતી મહાપાલિકા એટલી જ બેદરકાર સિટી બસ સેવાના મામલે ગણવામાં આવે તો અસ્થાને નથી ભલે થોડા વખતથી ઈલેકટ્રીક બસ સેવાનો આરભં કર્યેા એ સરાહનિય બાબત છે પરંતુ એથી ગંભીર એ છે કે, જે રીતે ધૂમાડા ઓકતી બસો દોડે છે તેને રોકવી, રિપેર કરાવવી કે આવી સિટી બસોને સાવ બધં કરાવવી જ એટલી જરૂરી કે જવાબદારીરૂપ છે. શહેર પ્રદૂષણ માત્રા વધવામાં આવી ધૂમાડાના ગોટેગોટા છોડતી સિટી બસોની મુખ્ય ભૂંડી ભૂમિકા માની શકાય. બસો તો નિર્જીવ છે તેનો શું વાંક બાકી વાસ્તવમાં ગણીએ ભૂં કે ચલાવી લેવાની બેદરકાર ભૂમિકા મહાપાલિકા તંત્રની જ કહેવાય વર્ષે ૧૮૦૦થી ૨૦૦૦ કરોડનું બજેટ ધરાવતી મહાપાલિકા શું બસ રિપેરિંગ માટે ૨૦, ૨૫ લાખ ખર્ચી ન શકે? કે શું ભલે ધૂમાડા ઓકે આપડે તો એસી કાર્સમાં ફરવું છે. એસી ચેમ્બરોમાં બેસવું છે આપણને આ ધૂમાડો કયાં નડવાનો છે એવું હશે? એ ન ભૂલતા કે પગાર પ્રજાના પરસેવાના પૈસાનો છે અને જે પદ ખુરશી મળયાએ પ્રજાના મતથી મળ્યા છે. એવો કદાચ પ્રજામાં નારાજી કે રોષ પણ હશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application