ભારતમાં દરરોજ સાયબર ફ્રોડના કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે. જ્યાં છેતરપિંડી કરનારાઓ ચતુરાઈથી લોકોને છેતરીને તેમના બેંક ખાતા ખાલી કરી નાખે છે. ભારતીયોને સાયબર ફ્રોડથી બચાવવા માટે સરકારી એજન્સી દ્વારા કેટલીક સેફટી ટિપ્સ સૂચવવામાં આવી છે, જે આ કેસોને ઘટાડી શકે છે. સાયબર ફ્રોડના કારણે લોકોને ભારે નુકસાન થઈ રહ્યું છે. દેશમાં આવા કેસ સતત વધી રહ્યા છે, જેને ઘટાડવા માટે સરકાર લોકોને સતત જાગૃત કરી રહી છે. આ ગુનાઓને અંકુશમાં લેવા માટે તે જરૂરી પગલાં પણ લઈ રહી છે.
ભારત સરકારની એજન્સી ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-in) ના X પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરવામાં આવી છે. આ પોસ્ટ જણાવે છે કે કેવી રીતે OTP સાયબર ફ્રોડથી પોતાને સુરક્ષિત રાખી શકાય છે. પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે લોકો વન ટાઈમ પાસવર્ડ(OTP)થી સાવધાન રહી શકે છે. આ સાથે જ સલામતી માટે કેટલાક મુદ્દાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને અનુસરીને લોકો સાયબર ફ્રોડથી બચી શકે છે.
જાણો શું છે સેફટી ટિપ્સ?
બેંક અથવા અન્ય ફાઇનાન્સિયલ ઓથોરીટીની જેમ ટોલ ફ્રી નંબરમાંથી કૉલ આવી શકે છે. આ પછી તેઓ તમારી પાસેથી OTP માંગી શકે છે. આવા કોલથી સાવધાન રહેવાની જરૂર છે. કોઈપણ અજાણ્યા નંબર પરથી આવતા કોલ અને મેસેજ પર ભૂલથી પણ બેંક વિગતો, બેંક ડેબિટ કાર્ડની વિગતો, OTP, જન્મ તારીખ અને એકાઉન્ટ નંબર જેવી વસ્તુઓ શેર કરશો નહીં. બેંક નંબર અથવા કોઈપણ સેવાની ચકાસણી કરવા માટે સત્તાવાર વેબસાઇટની મદદ લઈ શકો છો. કેશબેક અને રીવોર્ડ્સની લાલચને કારણે, ફોન કૉલ્સ, મેસેજ અને ઑનલાઇન લિંક્સ વગેરે પર ભૂલથી પણ OTP શેર કરશો નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના સત્યમ કોલોની મુખ્ય માર્ગ પર સ્થાનિકો દ્વારા રસ્તા રોકો આંદોલન
May 08, 2025 01:19 PMકાશ્મીરના લોકોએ કહ્યું અમે બેઘર થઈ ગયા પણ અમે ખુશ છીએ કે સેનાએ બદલો લીધો
May 08, 2025 12:46 PMકેશોદ પોલીસે સોનીની દુકાનોમાં ચોરી કરતી ત્રિપુટી ઝડપી
May 08, 2025 12:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech