સિદસર પુલ પાસે અબોલ પશુઓને કતલખાને લઇ જનારા પકડાયા

  • July 08, 2023 12:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ત્રણ જીવને પોલીસે છોડાવ્યા : ઉપલેટના બે શખ્સ ઝપટમાં

જામજોધપુરના સીદસર ગામના પુલ પાસે બોલેરો પિકઅપ વાહનમાં અબોલ પશુઓને ખિચોખીચ ભરીને નીકળનારા બે શખ્સોની કુલ સાડા ત્રણ લાખના મુદામાલ સાથે અટકાયત કરવામાં આવી હતી.
જાણવા મળતી વિગત મુજબ ઉપલેટાના બે શખ્સો પિકઅપ વાહનમાં અબોલ પશુઓને કતલખાને લઇ જવા માટે નિકળ્યાછે એવી હકીકત આધારે જામજોધપુર પોલીસે તપાસ હાથ ધરી હતી દરમ્યાન ઉપલેટાના રસુલપરામાં રહેતા બોદુ સતાર સૈયદ અને ઉપલેટાના ખાટકીવાડમાં રહેતા પશુનો વેપાર કરતા નુરમામદ ઇબ્રાહીમ કટારીયા નામના શખ્સો ગઇકાલે સીદસર પુલ પાસેના રોડ પર પોતાના હવાલાની બોલેરો પિકઅપમાં ત્રણ અબોલ પશુને ત્રાસદાયક રીતે બાંધી ખચોખચ ભરી નિરણ કે પાણીની વ્યવસ્થા વીના ઘાતકી વર્તન રાખીને અહીથી નીકળતા પકડી લીધા હતા.
પોલીસે ત્રણ પશુઓને છોડાવ્યા હતા, બોલેરો મળી કુલ ૩.૬૦ લાખનો મુદામાલ કબ્જે કરી ઉપરોકત બંને શખ્સોની સામે પશુ પ્રત્યે ઘાતકીપણાની કલમ અનુસાર ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application