સ્થાનિક રિટેલ વેચાણમાં કંપનીએ વાર્ષિક ધોરણે 24 ટકાનો વધારો અને સંસ્થાકીય વેચાણાં 12.5 ટકાનો વધારો નોંધાવ્યો
ભારતના સૌથી મોટા પ્રાઇવેટ ફ્યુઅલ રિટેલર નયારા એનર્જીએ 2024ના કેલેન્ડર વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પેટ્રોલના વેચાણમાં 48 ટકાનો ઉછાળો નોંધાવ્યો છે જ્યારે નિકાસો ઘટી છે કારણ કે કંપની ઇંધણ માટે સ્થાનિક માંગને પહોંચી વળી શકી હતી.
જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળામાં નયારાએ સ્થાનિક ભારતીય બજારમાં ગુજરાતમાં તેની વાડીનાર ઓઈલ રિફાઇનરીમાં તેણે ઉત્પાદન કરેલી તમામ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની 70 ટકાનું વેચાણ કર્યું હતું.
“નયારા એનર્જી તેના સંસ્થાકીય બિઝનેસ, અન્ય ઓઈલ કંપનીઓને વેચાણ તથા તેની પોતાની રિટેલ ચેઇન દ્વારા ભારતમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની વધી રહેલી માંગને સંતોષવા પર મુખ્યત્વે ધ્યાન આપી રહી છે. ઈન ઈન્ડિયા, ફોર ઈન્ડિયાના તેના મિશન પર આગળ વધતા કંપનીએ સ્થાનિક રિટેલ વેચાણમાં વાર્ષિક ધોરણે 24 ટકાનો વધારો અને સંસ્થાકીય વેચાણાં 12.5 ટકાનો વધારો નોંધાવ્યો હતો”, એમ કંપનીએ એકનિવેદનમાં જણાવ્યું છે.
સ્થાનિક સ્તરે વેચાયેલા પેટ્ર્રોલનો આંક 2024ના પહેલા ત્રિમાસિક ગાળામાં 0.89 મિલિયન ટન સુધી પહોંચ્યો હતો જે જાન્યુઆરી-માર્ચ 2023માં 0.60 મિલિયન ટન હતું. ડીઝલનું વેચાણ 1.7 મિલિયન ટન પર લગભગ યથાવત રહ્યું હતું. નયારા ભારતની વધતી ઊર્જા જરૂરિયાતોમાં મજબૂત પાર્ટનર તરીકે રહેવામાં માને છે અને દેશની ઊર્જા વપરાશ જરૂરિયાતો પૂરી કરતી રહેશે. વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં લણણીની સિઝનના પ્રારંભ સાથે દેશમાં આર્થિક કામગીરી માટે હકારાત્મક મોમેન્ટ જોવા મળ્યું છે.
“ભારતમાં ક્રૂડ ઓઈલ (પેટ્રોલ અને ડીઝલ જેવા ઇંધણ બનાવવા માટેનું રો મટિરિયલ) ના ઉત્પાદનમાં ઘટ જોવા મળી છે પરંતુ તે સરપ્લસ રિફાઇનિંગ ક્ષમતા ધરાવે છે જેના લીધે ડીઝલ જેવી પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની નિકાસ થાય છે. 233.3 મિલિયન ટનના વપરાશ સામે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સનું ઉત્પાદન 2023-24માં 276.1 મિલિયન ટન હતું”, એમ તેલ મંત્રાલયના ડેટામાં દર્શાવવામાં આવ્યું હતું.
નયારા એનર્જી ભારતમાં વિવિધ ભૌગોલિક વિસ્તારોમાં 6,500થી વધુ પેટ્રોલ પંપ સાથેનું સૌથી મોટું ખાનગી રિટેલ નેટવર્ક છે. તેનું રિટેલ નેટવર્ક ઉચ્ચ નિયંત્રણો અને ધોરણો માટે સંપૂર્ણ ઓટોમેટેડ (રિટેલ આઉટલેટના 98 ટકા) છે.
ભારતમાં સ્થાનિક માંગને પૂરી કર્યા બાદ જેટ ફ્યુઅલ, ડીઝલ અને પેટ્રોલ સહિતની બાકી વધતી પ્રોડક્ટ્સની જાન્યુઆરીથી માર્ચ 2024 દરમિયાન નયારા દ્વારા એક્સપોર્ટ કરવામાં આવી હતી (લગભગ 1.53 મિલિયન ટન).
“ગેસોલિન (પેટ્રોલ) નિકાસ વેચાણની ટકાવારી જાન્યુઆરી-માર્ચ 2023માં કુલ ગેસોલિન વેચાણના 37 ટકાથી ઘટીને જાન્યુઆરી-માર્ચ 2024માં કુલ ગેસોલિન વેચાણના 11 ટકા થઈ હતી જે સ્થાનિક વપરાશની જરૂરિયાતોને પહોંચી વળવા તરફ અમે ધ્યાન આપી રહ્યા છીએ તેનો પુરાવો છે. આફ્રિકા, દક્ષિણપૂર્વ એશિયા અને મધ્ય પૂર્વ નયારા એનર્જીના નિકાસ બજારો તરીકે યથાવત રહ્યા છે. કોઈ ઓટોમોટિવ ફ્યુઅલ્સ (પેટ્રોલ કે ગેસોલિન અને ડીઝલ કે ગેસઓઈલ)ની યુરોપમાં નિકાસ થઈ નહોતી. નિકાસ કરાયેલા કુલ 1.53 મિલિયન ટન પૈકી ગેસઓઈલની નિકાસ લગભગ 0.95 મિલિયન ટન રહી હતી. છેલ્લા પાંચ વર્ષમાં ગેસઓઈલની યુરોપિયન યુનિયનમાં નિકાસ કુલ ગેસઓઈલ નિકાસના ટકામાં ખૂબ ઓછી હતી”, એમ કંપનીએ જણાવ્યું હતું.
જાન્યુઆરીથી માર્ચ 2024 દરમિયાન ભારતમાં પેટ્રોલ અને ડીઝલના વપરાશમાં 5.3 ટકાનો વધારો જોવા મળ્યો હતો. અગાઉના વર્ષના સમાન સમયગાળા દરમિયાન 30.7 મિલિયન ટનની માંગની સરખામણીએ આ વર્ષના ત્રિમાસિક ગાળામાં 32.3 મિલિયન ટન ઓટો ફ્યુઅલનો વપરાશ થયો હતો. આ વૃદ્ધિ પેટ્રોલમાં 8.4 ટકા અને ડીઝલના વપરાશમાં 4.1 ટકાના વધારાને કારણે થઈ હતી.
“નયારા તેના ગ્રાહકો, ભાગીદારો, સમુદાયો અને કર્મચારીઓના સ્વપ્નોને વેગ આપે તેવી ઊર્જા પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે,” એમ નિવેદનમાં જણાવાયું હતું.
કંપની ભારતના ઓઈલ રિફાઇનિંગ આઉટપુટના લગભગ આઠ ટકા જેટલો હિસ્સો ધરાવે છે. તે વાડીનાર ખાતે ઓઈલ રિફાઇનરીમાં તે વર્ષે 20 મિલિયન ટનની કામગીરી કરે છે.
“ભારતની વધતી ઊર્જા માંગ માટે વિશ્વસનીય ભાગીદાર તરીકે તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતા નયારા એનર્જી ટકાઉપણે તેના સ્થાનિક વ્યવસાયને વિકસાવી રહી છે. તેની 70 ટકા પ્રોડક્ટ્સ ભારતીય માર્કેટમાં વપરાતી હોવાથી અને કંપની ભારતના રિફાઇનિંગ આઉટપુટમાં 8 ટકાનો હિસ્સો ધરાવતી હોવાથી નયારા એનર્જી ભારતની ઊર્જા સુરક્ષામાં પ્રદાન આપવા માટે પ્રતિબદ્ધ છે”, એમ નયારા એનર્જીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એલેસાન્ડ્રો દ ડોરિડેસે જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએ ફિલ્મ શરૂ થતાં સિનેમા હોલ મંદિરો બની જતા, લોકો ચપ્પલ ઉતારીને ફિલ્મ જોતા
December 23, 2024 02:11 PMભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ લગ્નના બંધનમાં બંધાઈ, પ્રથમ તસવીર આવી સામે
December 23, 2024 02:03 PMનેશનલ ડિફેન્સ એકેડેમી, પુણે અને અન્ય ડિફેન્સ એસ્ટબ્લિશમેન્ટ્સમાં બાલાચડિયન્સ પ્રેરક પ્રવાસ
December 23, 2024 01:42 PMઈ-સરકારના માધ્યમથી કોઈપણ રેકર્ડ અને ફાઇલ ડિજિટલ સ્વરૂપે કાયમી સાચવી શકાશે
December 23, 2024 01:37 PMઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech