નયારા એનર્જીએ દરરોજ એક ફ્યુઅલ સ્ટેશન ઉમેરીને રિટેલ નેટવર્ક વિસ્તાર્યું
મુંબઈ, 7 જાન્યુઆરી, 2025 – અગ્રણી ડાઉનસ્ટ્રીમ કંપનીઓ પૈકીની એક અને ભારતની સૌથી મોટી પ્રાઇવેટ ફ્યુઅલ રિટેલર નયારા એનર્જી વિવિધ રાજ્યોમાં તેની હાજરીને વ્યૂહાત્મક રીતે વિસ્તીર રહી છે. ભારતભરમાં 6,500થી વધુ રિટેલ આઉટલેટ્સ સાથે નયારા એનર્જી તેના નેટવર્કમાં નવા રિટેલ આઉટલેટ્સ ઉમેરી રહી છે અને ગુજરાત, મહારાષ્ટ્ર, તમિળનાડુ અને રાજસ્થાન જેવા વિવિધ રાજ્યોમાં સ્થિર રીતે વૃદ્ધિ કરી રહી છે. કંપની આ વર્ષે 400 રિટેલ આઉટલેટ્સ ઉમેરવાના માર્ગે છે. ભારતમાં આક્રમક વૃદ્ધિની તેની યોજનાઓને અનુલક્ષીને નયારા એનર્જીએ નવા ડીલર્સને ઓનબોર્ડ કરવા અને સ્થાનિક ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવા માટે તેના ડીલર પ્રોગ્રામમાં નવેસરથી સુધારા કર્યા છે.
ભારતમાં સૌથી નવી રજૂ થયેલી પેટ્રોલિયમ બ્રાન્ડ્સ પૈકીની એક તરીકે નયારા એનર્જી ગ્રાહકોના આનંદ સુનિશ્ચિત કરવા માટે ફ્યુઅલ રિટેલિંગ કેટેગરીની નવેસરથી શોધ કરી રહી છે. ગ્રાહકોને નયારા એનર્જીના રિટેલ આઉટલેટ્સ ખાતે હંમેશા યોગ્ય ગુણવત્તા અને જથ્થાની બાંયધરી મળે છે. કેટેગરીમાં નવા બેન્ચમાર્ક સ્થાપતા નયારા એનર્જીના ફ્યુઅલ સ્ટેશન્સ વિવિધ પ્રોડક્ટ્સ અને સર્વિસીઝ ઓફર કરે છે જે હાઇ ક્વોલિટી ફ્યુઅલ્સ, લ્યુબ્રિકન્ટ્સ અને કન્વીનન્સ ઓફરિંગ સહિત ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરવા માટે તૈયાર કરવામાં આવ્યા છે.
શહેરી વિસ્તારોમાં અને નેશનલ હાઇવે પર વ્યૂહાત્મક હાજરી સાથે નયારા એનર્જીના ફ્યુઅલ સ્ટેશન્સ મેટ્રો સિવાયના ઊભરતા ભારતની આકાંક્ષાઓને વેગ આપતા માર્કેટપ્લેસીસ માટેની મહત્વની કડી છે. વ્યૂહાત્મક વિસ્તરણ અંગે નયારા એનર્જીના સીઈઓ એલેસેન્ડ્રો દ ડોરિડેસે જણાવ્યું હતું કે નયારા એનર્જી ભારતમાં સ્થિર રીતે આગળ વધી રહી છે અને નવા જમાનાનું ભારત સમૃદ્ધ બની રહ્યું છે ત્યારે અમારું માનવું છે કે આગામી શહેરોમાં અમારા ફ્યુઅલ રિટેલ નેટવર્કને વધારવું એ આ ઊભરતા અર્થતંત્રમાં વૃદ્ધિનો અભિન્ન ભાગ છે. અમારો અનોખી રીતે તૈયાર કરેલો ડીલર પ્રોગ્રામ ઉદ્યોગસાહસિકતામાં વધુ એવન્યુઝ ઊભા કરવામાં માને છે અને સુવિધાઓથી વંચિત બજારોમાં કનેક્ટિવિટી વધારીને અને મોબિલિટી વધારીને અમારા નેટવર્કમાં વૃદ્ધિ કરશે.
કસ્ટમર લોયલ્ટી પ્રોગ્રામ્સમાં પારદર્શિતાને પ્રોત્સાહન આપવાના પ્રયાસમાં, નયારા એનર્જી ગ્રાહકો સાથેની તેના ઇન્ટરેક્શનની ગુણવત્તાને વધારવા માટે ચેટબોટ્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલ્સ દ્વારા ટેક્નોલોજીનો લાભ લઈ રહી છે. ભારતના વિશ્વસનીય ઊર્જા ભાગીદાર બનવાની અને તેની પહોંચને વધુ આક્રમક રીતે વિસ્તારવા માટેની તેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરતા નયારા એનર્જી હવે સમગ્ર ભારતમાં નવી ડીલરશીપને ફ્યુઅલ સ્ટેશનો ખોલવા માટે આમંત્રિત કરી રહી છે. જેમ જેમ નયારા એનર્જી તેના નેટવર્કમાં વધારો કરે છે, તેમ દરેક નવું ફ્યુઅલ સ્ટેશન એ રાષ્ટ્ર નિર્માણમાં ફાળો આપતું એક હકારાત્મક પગલું છે જે મોબિલિટીને સક્ષમ કરીને અને સુવિધાઓથી વંચિત બજારમાં કનેક્ટિવિટી વધારશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએરી નિર્મેાહી કેસા જાદુ ડાલા... ડો.અશ્વિની ભીડેના કંઠે શ્રોતાઓ ભીંજાયા
January 08, 2025 02:55 PMએકના ડબલની લાલચે યુવક સાથે ૬૯ લાખની ઠગાઇ
January 08, 2025 02:49 PMHMPV વાયરસને લઈ દેશમાં શરદી, ઉધરસ, તાવ અને કફના ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓ માટે RTPCR ટેસ્ટ ફરજિયાત
January 08, 2025 02:23 PMભારતને લૂંટવામાં સૌથી મોટો ફાળો કોનો? મુઘલોનો કે અંગ્રેજોનો?
January 08, 2025 02:14 PMકાલાવડના ધૂનધોરાજી ગામમાંથી દંપતી અને પુત્રીનું અપહરણનો મામલો, 4 શખ્સો પકડાયા
January 08, 2025 02:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech