ભાટિયામાં પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા નવરાત્રી મહોત્સવ યોજાયો

  • October 23, 2023 11:51 AM 

- જિલ્લા શિક્ષણાધિકારીની ખાસ ઉપસ્થિતિ -




દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને કલ્યાણપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ભાટિયા ખાતે શિક્ષક પરિવાર માટે એક દિવસીય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ વિસ્તારના તમામ શિક્ષકો પરિવાર સહીત એક મંચ હેઠળ સાથે મળે, એકબીજાને ઓળખે, નજીક આવે અને એક ભાવાત્મક વાતાવરણ ઉભું થાય, સાથે સાથે માં આદ્યશક્તિની આરાઘના કરવાના શુભ આશયથી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને કલ્યાણપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સૌ શિક્ષક પરિવાર માટે એક દિવસીય નવરાત્રી મહોત્સવનું આ આયોજન ભાટિયા મુકામે કરવામાં આવ્યું હતું.


જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મેરામણભાઈ ગોરીયા, મહામંત્રી અશોકભાઈ કરમુર અને તાલુકા સંઘના પ્રમુખ કરશનભાઈ રાવલિયા, મહામંત્રી રવજીભાઈ ડાભી દ્વારા આ આયોજન કરાયું હતું.


આ પ્રસંગે માતાજીની સ્તુતિ બાદ આ પ્રસંગે આવેલા મહેમાનોનું દ્વારકાધીશ ન છબી તથા ઉપરણા વડે સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે જિલ્લા, તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોનું અને નવનિયુક્ત વિદ્યા સહાયકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વાગત પ્રવચન જિલ્લા સંઘના પ્રમુખ મેરામણભાઈ ગોરીયા દ્વારા કરવામાં આવ્યું હતું.


"બાલ દેવો ભવઃ" સૂત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરનાર દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષણાધિકારી એસ.જે. ડુમરાણીયાની આ આયોજનમાં ખાસ ઉપસ્થિતિ રહી હતી. જેમાં શિક્ષક પરિવાર દ્વારા રાસગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. ભાટિયાની સંસ્કાર ગર્લ્સ હોસ્ટેલની બાળાઓ દ્વારા તલવાર રાસ રજુ કરવામાં આવ્યો હતો.

માધ્યમિક શિક્ષક રામદેભાઈ ગોજીયા દ્વારા લિખિત પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવેલ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હાજાભાઈ વાળા દ્વારા કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application