ઓસ્કારમાં નાટૂ-નાટૂનો ડંકો વાગ્યો

  • March 12, 2024 10:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફિલ્મ આરઆરઆરને મળ્યું લોસ એન્જલ્સમાં અદ્ભુત સન્માન


ઓસ્કર્સ 2024માં ફરી ફિલ્મ આરઆરઆર છવાઈ ગઈ છે. ઓસ્કરમાં નાટૂ નાટૂની ઝલક જોવા મળી જેને જોઈને ફેંસ કહી રહ્યા છે તે તેમના માટે પ્રાઉડ મોમેન્ટ છે.ઓસ્કર 2024માં આ વર્ષે ઈન્ડિયાની કોઈ ફિલ્મ નથી પહોંચી. પરંતુ એક ખાસ કારણે બધા ઈન્ડિયન્સ ખૂબ ખુશ થઈ ગયા છે. ગયા વર્ષે એકેડેમી એવોર્ડ્સમાં આરઆરઆરએ મોટી જીત હાસિલ કરી હતી. રાજામૌલીની મૂવીએ બેસ્ટ મ્યૂઝિક કેટેગરીમાં એવોર્ડ જીત્યો હતો. 


ઓસ્કરમાં આરઆરઆર નો જલવો 

ઓસ્કરના સ્ટેજ પર નાટૂ નાટૂ ગીત પર પરફોર્મન્સ પણ રાખવામાં આવ્યું હતું. આ એક્ટને પ્રેઝેન્ટ કરવા માટે દીપિકા પાદુકોણ સ્ટેજ પર જોવા મળી હતી. તમને જાણીને ખુશી થશે કે RRRનો જલવો આ વખતે એકેડમી એવોર્ડ્સમાં જોવા મળ્યો. ફિલ્મના ક્લિપ્સ ઓસ્કર્સ ઈવેન્ટમાં જોવા મળ્યા. સૌથી પહેલા સ્ટંટ કોર્ડિનેટર્સને ટ્રિબ્યૂટ આપતા સમયે બેસ્ટ એક્શનમાં મૂવી આરઆરઆરના સીન્સ બતાવવામાં આવ્યા. તેમાં રામચરણ અને જુનિયર એન્ટીઆર જોવા મળ્યા. બેસ્ટ સોન્ગ કેટેગરીનો એવોર્ડ આપતી વખતે નાટૂ નાટૂ ગિતની ક્લિપ બતાવવામાં આવી. આ બન્ને સીન્સ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. 


ફેંસ થયા એક્સાઈટેડ 

ઓસ્કર્સમાં ફરીથી આરઆરઆરની પ્રેઝેન્સને જોઈને ફેંસ એક્સાઈટેડ થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર મૂવી ટ્રેન્ડ થઈ રહી છે. ફેંસનું કહેવું છે કે આ બધા ઈન્ડિયન્સ અને આરઆરઆર  ફિલ્મ માટે મોટી વાત છે. એક યુઝરે લખ્યું- તેલુગુ પ્રાઈડ એક વખત ફરી ઓસ્કર્સમાં.  




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application