નરાધમ ગૃહપતિ સગીર છાત્ર પર હેવાનિયતની હદ વળોટતો: ધરપકડ

  • August 30, 2023 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં ૧૫૦ ફુટ રીંગરોડ મવડી વિસ્તારમાં આવેલી લેઉવા પટેલ છાત્રાલયમાં કાલાવડ પંથકના ૧૩ વર્ષિય સગીર છાત્ર પર છાત્રાલયના જ હવસ ભુખ્યા ગૃહપતિએ હેવાનીયતની હદ વળોટી છાત્ર પર છેલ્લા ૧૫ દિવસથી પોર્ન વિડીયો બનાવી સૃષ્ટ્રિ વિરૂધ્ધનું કૃત્ય આચરી પટ્ટેથી ફટકાર્યાની ફીટકારજનક ઘટનામાં માલવીયાનગર પોલીસે નરાધમ ગૃહપતિ હસમુખ ચકુ વસોયા ઉર્ફે વસોયા બાપુની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરાઇ છે.


અતિ ધૃણાસ્પદ બનાવની પોલીસના સુત્રોમાંથી પ્રા માહિતી મુજબ કાલાવડ પંથકના ગામના ખેડૂતનો ૧૪ વર્ષનો પુત્ર રાજકોટમાં પટેલ બોડગમાં રહી ધોરણ ૮માં અભ્યાસ કરે છે. વાલીઓ પોતાના વ્હાલાસોયા સંતાનોને છાત્રાલયમાં ગૃહપતિ અન્ય કર્મચારીઓ, ટ્રસ્ટીઓના વિશ્ર્વાસે મુકતા હોય છે પણ આમાંથી જ કોઈ હેવાન બની જાય તો છાત્રની શું વલે થાય તેવું અઘટીત કૃત્ય પટેલ બોડગના હવસ ભુખ્યા ગૃહપતિએ ૧૩ વર્ષના સગીર સાથે કયુ.


છેલ્લા પંદરેક દિવસથી ગૃહપતિ હસમુખ હેવાન બન્યો હતો. ૧૩ વર્ષના છાત્રને રાત પડે ને રૂમમાં બોલાવે પોર્ન વિડીયો બનાવે ત્યાર બાદ બાળકને ન કરી તેની સાથે ન કરવાનું સૃષ્ટ્રિ વિરૂધ્ધનું કૃત્ય નરાધમ હસમુખ આચરતો હતો. બાળક આવું ન કરવા કે આવુ કરવાથી ગુદાના ભાગે દુ:ખાવો થતાં હોવાની ફરિયાદ કરે કે વિરોધ પણ કરે તો હવસ ભુખ્યો હસમુખ બાળકને પટ્ટેથી ફટકારતો હતો. કોઈને જો કહીશ તો પણ માર મારીશ કહી પટ્ટા ફટકારી અતિ ભયમાં રાખીને છેલ્લા ૧૫ દિવસથી બાળક પર બર્બરતા આચરતો હતો.


ગભરાયેલો બાળક આ પાપાચાર સહન કર્યે રાખતો હતો. રાત્રીના સમયે સહઅધ્યાયીઓ, રૂમ પાટર્નરો બધા બેઠા હોય તો ત્યાં હસમુખ ધસી આવતો કેમ તોફાન કરો છો ? કેમ લાઈટ ચાલુ રાખો છો તેમ કહી બધાને ધમકાવીને રૂમમાં મોકલી દેતો કે સુવડાવી દેતો. બાદમાં ૧૪ વર્ષના બાળકને રૂમમાં લઈ જઈ બાળકની સાથે સૃષ્ટ્રિ વિરૂધ્ધનું કૃત્ય આચરતો હતો.હેવાન બનેલા હસમુખનો અત્યાચાર મુંગા મોઢે બાળક સહન કરતો હતો. ગઈકાલે તેના કાકા રક્ષાબંધનની રજા હોવાથી બોડગે બાળકને તેડવા જતા હસમુખના કુકર્મના કાંડનો ભાંડો ફટયો હતો અને પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. પીઆઈ એ.બી.જાડેજા તથા સ્ટાફે આરોપી સામે બાળકના કાકાની ફરિયાદના આધારે ગુનો નોંધીને હવસખોર, હેવાન હસમુખની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.


હવસખોર હસમુખે અન્ય કોઈ છાત્રોને પણ શિકાર બનાવ્યા છે કે કેમ ? વાલીઓમાં રોષ
હેવાન હસમુખ ૧૩ વર્ષના છાત્ર પર જે રીતે અધમ કૃત્ય આચરતો હતો તે બાળકની વેદના શબ્દો સાંભળીને પોલીસ પણ હચમચી ઉઠી હતી. નરાધમ હસમુખ મોબાઈલ ફોનમાં ન વિડીયો બાળકને બતાવી બાળકને પણ ન કરતો હતો અને વિડીયોમાં જે રીતે કૃત્ય થતા તેમ નરાધમ બાળક પર સૃષ્ટ્રિ વિરૂધ્ધનું કૃત્ય આચરી બાળકને ગાલે શરીરના ભાગે બચકા ભરીને પીંખી નાખતો હતો. બાળકને ભણતર બગાડી નાખીશ કહી ધમકાવીને પટ્ટાથી ફટકારી ૧૫ દિવસથી અવારનવાર આવી ક્રુરતા આચરતો હતો. હેવાન હસમુખની અધમતાની પરાકાષ્ટ્રાથી વાલીઓમાં પણ ભારે રોષ ભભુકયો છે. હસમુખે આવી રીતે અન્ય કોઈ છાત્રોને પણ શિકાર બનાવ્યા છે કે કેમ ? હસમુખ છેલ્લા આઠ વર્ષથી બોડગમાં છે તો આ સમય ગાળા દરમ્યાન પણ કોઈને કોઈ ભોગ બન્યા હોવાની પુરી આશંકા સાથે પોલીસ તટસ્થ તપાસ કરે તેવી પણ માંગ ઉઠી છે. જાણવા મળ્યા મુજબ હસમુખની હેવાનીયત ઉઘાડી પડતા હવે તેને હાંકી કઢાયો છે. ખરેખર ટ્રસ્ટી મંડળે પણ ધ્યાન દેવાની જરૂર હોવાની પણ વાલીઓમાં માંગ ઉઠી છે.

જો રક્ષાબંધનની રજા ન હોત તો હજી હેવાન હસમુખ પાપાચાર આચરતો રહેત
રક્ષાબંધનની રજા હોવાના કારણે બાળકના કાકા ગઈકાલે બાળકને ઘરે લઈ જવા બોડગે લેવા માટે આવ્યા હતા. બાળકને ઘરે આવ્યા અને શરીરે વાસાના ભાગે ઈજાના નિશાન હોવાથી બાળકને પુછતા બાળક રડવા લાગ્યો હતો અને ગૃહપતિના રૂમમાં હેવાન હસમુખે ગુજારેલા અત્યાચારની કથની કાકા સમક્ષ વર્ણવી હતી.પરિવારજનો આવી બર્બરતા આચરાતી હોવાની વાત સાંભળીને હચમચી ઉઠયા હતા અને બાળકને સારવારમાં ખસેડાયો હતો. પોલીસ ફરિયાદ નોંધાવી હેવાન હસમુખના કરતુતો ખુલ્લા પાડયા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application