રાજકોટના વતની અને હાલ વિદેશ રહેતા નામચીન બુકી રાકેશ રાજદેવને પોલીસ સામે આક્ષેપો કરવા ભારે પડી ગયા છે. ક્રિકેટ સટ્ટામાં કોટું નામ ખોલ્યાની હાઈકોર્ટમાં અરજી સાથે પાંચ કરોડનો દાવો કરનાર રાકેશને હાઈકોર્ટે ફટકાર લગાવી છે. ખોટી અરજી કરવા બદલ પાંચ લાખનો દડં પણ ફટકાર્યેા છે. સાથે પોલીસ તપાસમાં સહયોગ આપવા પણ ટકોર કરાઈ છે તેવું જાણવા મળે છે.
દેશ, વિદેશમાં ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવતા અને પોલીસ ધરપકડ ન કરે કે આવા કારણોસર વિદેશમાં યુએઈમાં રહેતા રાકેશ પ્રતાપરાય રાજદેવ સામે અમદાવાદ તથા સુરત પોલીસમાં ક્રિકેટ સટ્ટાના કે સટ્ટાખોરીના નેટવર્કના કેસ નોંધાયા છે. વિદેશમાં રહેતા રાકેશે અમદાવાદ અને સુરત ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં એવો બચાવ દર્શાવાયો હતો કે, પોલીસ ક્રિકેટ સટ્ટા બેટિંગના કેસ કરે છે તેમાં પકડાયેલા આરોપીઓના નિવેદનના આધારે પોતાને (રાકેશ) આરોપી ચિતરી દે છે.
હાઈકોર્ટમાં ગુજરાત સરકાર તથા અમદાવાદ, સુરત ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ સામે અરજી કરી પોલીસ અધિકારીઓ સામે પાંચ કરોડ રૂપિયાનું વળતર માગતો દાવો કર્યેા હતો. પોતે નિર્દેાષ હોવાની અરજી રાકેશે હાઈકોર્ટમાં કરી છે જેમાં આર.આર. ઉર્ફે રાકેશ રાજદેવ દ્રારા દુબઈથી પાવર ઓફ એટર્ની સાથે હાઈકોર્ટમાં વળતર દાવાની અરજી કરાઈ છે.
ક્રિકેટ સટ્ટામાં પોલીસની કાર્યવાહીથી બચવા અથવા તો પોલીસ પર દબાણ ઉભુ કરવા માટે રાકેશ રાજદેવ દ્રારા રચાયેલું ત્રાગુ હાઈકોર્ટમાં ફાવ્યું ન હતું. હાઈકોટ જસ્ટીસ નિર્ઝર દેસાઈએ રાકેશ સામે અર્ધેા ડઝન જેવા કેસ હોય તેમ પોલીસ તપાસમાં સહકાર આપવા ટકોર કરાઈ હતી. સાથે વિદેશથી પોલીસ પર દબાણ લાવવા પાંચ કરોડના વળતરની અરજીને ખારીજ કરી હતી.
ખોટી રીતે સટ્ટામાં નામ ખોલ્યું છે તેવી હાઈકોર્ટમાં અરજી કરવા બદલ રાકેશ સામે કોર્ટ પણ ખફા બની હતી અને અરજી રદ સાથે ખોટી અરજી કરવા બદલ પાંચ લાખનો દડં ફટકારતો હત્પકમ કર્યેા હતો. કરોડોના ક્રિકેટ સટ્ટા બેટિંગના કેસોમાં રાકેશ ગુજરાત પોલીસના ચોપડે વોન્ટેડ છે. વિદેશમાં બેઠો છે. રાકેશ સામે લુક આઉટ સકર્યુલર જારી કરવામાં આવ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆંધ્રપ્રદેશના ફાર્મા પ્લાન્ટમાં ઝેરી ગેસ લીક થવાથી 1નું મોત, 20 હોસ્પિટલમાં દાખલ
November 27, 2024 11:21 PMIPLમાં કરોડો રૂપિયામાં વેચાયા વિદેશી ખેલાડીઓ, શું આના પર પણ તેમને ભરવો પડશે ટેક્સ?
November 27, 2024 11:20 PMબાગાયત ખેડૂતો માટે સુવર્ણ તક! આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરીને મેળવો સરકારી યોજનાનો લાભ
November 27, 2024 11:18 PMનવસારી-સુરત સ્ટેટ હાઇવે પર અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે મોત
November 27, 2024 11:16 PMભાવનગરમાં દિલ દ્રવી નાખતી ઘટના: માતાએ બે દીકરીઓ સાથે આપઘાતનો પ્રયાસ કર્યો
November 27, 2024 11:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech