તાલુકા પંચાયત કચેરી, ભાવનગરનું જુનું બિલ્ડીંગ ટીડીઓના નામે કરો

  • November 29, 2024 02:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર તાલુકા પંચાયત કચેરી, ભાવનગરનું જુનું બિલ્ડીંગ હાલ મામલતદાર ભાવનગર(ગ્રામ્ય)ના નામે હોય તાલુકા પંચાયત કચેરી, ભાવનગર જુનું બિલ્ડીંગ તાલુકા વિકાસ અધિકારીના નામે કરવા ભાવનગરના પ્રભારી મંત્રી ભાનુબેન બાબરીયા સમક્ષ આ અંગેની રજૂઆત તાલુકા પંચાયત પ્રમુખ જશુબેન મનજીભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી હતી.
રજૂઆતમાં જણાવાયુ હતુ કે હાલ આ  મામલતદારની કચેરી વિદ્યાનગર ખાતે જતી રહેલ હોય હાલ આ બિલ્ડીંગનો કબજો તાલુકા વિકાસ અધિકારી, ભાવનગર પાસે છે અને ફક્ત તાલુકા પંચાયત ભાવનગર જ બેસે છે પરંતુ મામલતદાર ભાવનગર(ગ્રામ્ય)ના નામે હોય જેથી તાલુકા પંચાયત કચેરી ભાવનગરનાં નામે આ જગ્યા/બિલ્ડીંગ ટ્રાંસફર કરી આપે તો આ બિલ્ડીંગમાં રીનોવશન અથવા નવું બિલ્ડીંગ થઇ શકે તેમ છે જેથી આ બાબતે લગત અધિકારીઓને જરૂરી સૂચના આપવા માંગ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application