હનુમાનજીની આરતીમાં નાગ મહારાજે દીધા દર્શન..પછી સાપને હાથમાં લઈને મહિલાએ જે કર્યું તે જોઈને ચોંકી જશો, જુઓ વીડિયો

  • March 10, 2023 11:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા છિંદવાડા જિલ્લામાં હોળી દરમિયાન એક વિચિત્ર ઘટના જોવા મળી હતી. છિંદવાડા સ્થિત જામ સાંવલી હનુમાન મંદિરમાં બનેલી આ ઘટના જોઈને દરેક વ્યક્તિ દંગ રહી ગઈ હતી. આવું જ કંઈક 7 માર્ચે ફરી જોવા મળ્યું. જ્યારે સાંજની આરતી વખતે હજારો લોકોની ભીડની વચ્ચે અચાનક એક સાંપ પહેલાથી નૃત્ય કરી રહેલી મહિલા સુધી પહોંચી ગયો. જ્યાર બાદ મહિલા શ્રદ્ધાળું પણ આરતી વખતે સાંપને લઈને નૃત્ય કરતી રહી. 



​​​​​​​

મંદિરમાં હાજર લોકોએ કહ્યું કે એવું લાગી રહ્યું હતું કે જાણે સ્વયં નાગદેવતા હનુમાનજીની આરતીમાં આવ્યા હોય. આરતી પુરી થવા પર મહિલાએ જ્યારે નાગને છોડ્યો તો તે અચાનક મંદિરના પાણી નિકાસના રસ્તાથી બહાર નિકળી ગયો. આ ઘટનાને ત્યાં હાજર લોકોએ કેમેરામાં કેદ કરી લીધી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 


એવું માનવામાં આવે છે કે આ ઘટનાઓ દૈવી શક્તિની હાજરીમાં થાય છે અને તે દૈવી હસ્તક્ષેપની નિશાની છે. આ ઘટનાએ દર્શનાર્થીઓમાં કુતૂહલ જગાવ્યું છે, અને ઘણા લોકો આ ચમત્કારિક ઘટનાના સાક્ષી બનવા માટે મંદિરની મુલાકાત લઈ રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application