તોફાની વરસાદનો જન્માષ્ટ્રમી પર્વ પર આવેલો રાઉન્ડ હજુ લોકોને કળ વળી નથી ત્યાં ફરી વધુ એક રાઉન્ડ વરસાદનો આવવાની આગાહીના પગલે રાજકોટ કલેકટર તત્રં સાબદુ બની ગયું છે. એનડીઆરએફની એક ટીમ રાજકોટ કલેકટર ઓફિસમાં આવી પહોંચી છે. કલેકટર તંત્રના સ્ટાફને રજા દરમ્યાન પણ હેડ કવાર્ટર નહીં છોડવાના આદેશ છોડાયા હોવાનું જાણવા મળી રહ્યંું છે.
આવતીકાલથી એક સાહ સુધી તા.૧૭ સુધી સૌરાષ્ટ્ર્રમાં ગમે ત્યાં હળવાથી ભારે વરસાદ તુટી પડે તેવી આગાહીની સંભાવનાના પગલે તત્રં એલર્ટ મોડ પર આવી ગયું છે. રાયનું ડીઝાસ્ટર તત્રં પણ સતર્ક બન્યું છે. સૌરાષ્ટ્ર્ર માટે ફાળવાયેલી એનડીઆરએફની ટીમ હાલ ભાવનગર હતી. આ ટીમને તાબડતોબ ભાવનગરથી રાજકોટ મોકલવામાં આવી છે. ૩૨ જવાનો સાથેની એનડીઆરએફની ટીમ રાજકોટ આવી પહોંચી છે. રાજકોટમાં આ ટીમ સ્ટેન્ડ બાય રહેશે. રાજકોટ શહેર જિલ્લ ામાં અથવા તો સૌરાષ્ટ્ર્રમાં કયાંય ભારે વરસાદ પડે અને પુર જેવી સ્થિતિ કે આવી કોઈ મદદમાં જરૂર પડે તો ત્યાં રાજકોટથી તાબડતોબ એનડીઆરએફની ટીમને દોડાવવામાં આવશે.
આગામી શનિ–રવિ સાાહીક રજા છે અને સોમવારના રોજ ઈદના કારણે રજા છે. સરકારી કચેરીમાં ત્રણ દિવસ જાહેર રજા છે. આ જાહેર રજામાં કલેકટર તત્રં દ્રારા સરકારી કર્મચારીઓને પોતાના હેડ કવાર્ટર નહીં છોડવા માટે સુચીત કરાયા હોવાનું અંતરગં સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
જન્માષ્ટ્રમીના તોફાની વરસાદના રાઉન્ડમાં જે તે સમયે નદી, નાળા, તળાવો અને ડેમો ખાલી હતા માટે પાણી ત્યાં સમાઈ ગયું હતું. આ ઉપરાંતના વરસાદી પાણીને લઈને ઘણાં ખરા ગામો, વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા હવે જો વરસાદ પડે તો તળ પણ પાણી સંગ્રહી શકે તેવી સ્થિતિ નથી. માટે લોકો અને તંત્રએ જો વરસાદની આગાહી થઈ છે અને આગાહી મુજબ પડશે તો વધુ સચેત રહેવું પડશે.
આરઓ અને લેન્ડ ગ્રેબિંગની બેઠક અચાનક રદ
રાજકોટ કલેકટર કચેરીમાં આજે રેવન્યુને લગતા કેસ કામકાજ બાબતે આરઓ બેઠક મળનારી હતી અને બપોર બાદ પેશકદમીના મામલા મુદ્દે લેન્ડ ગ્રેબીંગ કમીટીની બેઠક મળવાની હતી. આ બન્ને બેઠકો અચાનક કોઈપણ કારણોસર રદ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech