નાસાનો હ્યુમનોઇડ રોબોટ અવકાશમાં સંભાળશે મોરચો

  • December 30, 2023 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ અંતરિક્ષમાં કામ કરવા માટે માનવીય રોબોટ તૈયાર કર્યેા છે. છ ફટ બે ઈંચ લાંબો અને ૧૩૬ કિલોગ્રામ વજન ધરાવતા આ રોબોટને 'વાલ્કીરી' નામ આપવામાં આવ્યું છે. નાસાએ પહેલા પણ ઘણા હ્યુમનોઇડ રોબોટ બનાવ્યા છે, પરંતુ વાલ્કીરી આવો પહેલો રોબોટ છે, જેને અવકાશયાત્રીઓના વિકલ્પ તરીકે તૈયાર કરવામાં આવ્યો છે. હ્યુસ્ટનના જોન્સન સ્પેસ સેન્ટરમાં તેનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.વાલ્કીરીને એવા વિસ્તારોમાં કામ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે યાં માનવીઓ માટે પરિસ્થિતિઓ મુશ્કેલ છે. હ્યુમનોઇડ રોબોટસ શારીરિક રીતે માણસો જેવા જ છે. નાસાના એન્જિનિયરોનું માનવું છે કે યોગ્ય સોટવેરની મદદથી એક દિવસ હ્યુમનોઇડ રોબોટસ માણસોની જેમ કામ કરવાનું શ કરશે. તેઓ મનુષ્યની જેમ જ સંસાધનોનો ઉપયોગ કરી શકશે. આવા વધુ રોબોટ બનાવવા માટે નાસા ઘણી રોબોટિક કંપનીઓ સાથે ભાગીદારી કરી રહ્યું છે.


નાસાની રોબોટિકસ ટીમના વડા શોન આઝમીનું કહેવું છે કે અવકાશમાં હ્યુમનોઇડ રોબોટ એવા કાર્યેાને સંભાળી શકે છે જે મનુષ્ય માટે જોખમી છે. ઉદાહરણ તરીકે, સોલાર પેનલ્સની સફાઈ કરવી અથવા અવકાશયાનની બહારના કોઈપણ સાધનમાં ખામી હોય તો તેની તપાસ કરવી અને તેનું સમારકામ કરવું. ભવિષ્યમાં, જો આવા કાર્યેા રોબોટસ દ્રારા હાથ ધરવામાં આવશે, તો વૈજ્ઞાનિકો અન્ય મહત્વપૂર્ણ કાર્યેા (શોધ અને સંશોધન) પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે.ઉલ્લેખનીય છે કે અમેરિકન કંપની એપ્ટ્રોનિક જે નાસા સાથે સહયોગ કરી રહી છે તે પણ 'અપોલો' નામનો રોબોટ વિકસાવવામાં વ્યસ્ત છે. આ રોબોટ વેરહાઉસમાં બોકસને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકશે અને સપ્લાય ચેઈન સાથે સંબંધિત અન્ય કામ પણ કરી શકશે. બેટરીથી ચાલતા 'અપોલો' રોબોટની સિસ્ટમ એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે તે ૨૨ કલાક કામ કરે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application