ખેડૂતો પાસેથી રુ. 1356 ના ટેકાના ભાવે સરકારે 13 લાખ ટન મગફળીની ખરીદી કર્યા પછી હવે તેના નિકાલ માટે ખુલ્લા બજારમાં વેચાણ માટે મૂકી છે. પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી આ પ્રક્રિયા શરૂ થઈ હોવા છતાં હજુ સુધી એક પણ સોદો થયો નથી.
ગુજરાતમાં ચાલુ વર્ષે 43 લાખ ટન મગફળીનું વિપુલ ઉત્પાદન થયું છે. સરકારે 13 લાખ ટનની વિક્રમ સર્જક ખરીદી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કરી છે. આ માલ ઉપરાંત ઉત્તર પ્રદેશમાંથી પણ મગફળી મંગાવીને ગુજરાતના ગોડાઉનમાં રાખવામાં આવી છે. આ બંને મગફળી વેચવા માટે નેશનલ કો ઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન ઓફ ઇન્ડિયા (નાફેડ)એ તારીખ 18 માર્ચથી વેપારીઓ અને મિલરો સહિત ખુલ્લા બજારમાંથી ઓનલાઇન બીડ મંગાવવાનું શરૂ કર્યું છે. સામાન્ય રીતે સરકાર જ્યારે મગફળીનું વેચાણ કરે ત્યારે તેની અપસેટ પ્રાઇસ ઓનલાઈન બીડ મંગાવતા પહેલા જાહેર કરવામાં આવતી હોય છે. પરંતુ આ વખતે આવું કશું થયું નથી અને તેના કારણે વેપારીઓ તથા મિલરો દરરોજ જુદા જુદા ભાવે બીડ ભરતા હોવા છતાં એક પણ બીડનો હજુ સુધી સ્વીકાર થયો નથી. નાફેડ કેટલા ભાવે મગફળી વેચવા માંગે છે તેની પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવતી નથી, આના કારણે કોઈ સોદા થતા નથી.
વેપારીઓના જણાવ્યા મુજબ નાફેડ દ્વારા ઓનલાઇન બીડ મંગાવીને મગફળીનું વેચાણ શરૂ કરાયું છે. પરંતુ તેમાં જે આકરી શરતો છે તે પણ વેપારીઓ અને મિલરો માટે કસોટી કરનારી છે .બીડની સાથો સાથ એડવાન્સ પેમેન્ટ ભરવાનું હોય છે અને મિનિમમ 500 ટનની ખરીદી કરવી પડે છે. એક બાજુ માર્ચ એન્ડિંગ ચાલે છે અને બીજી બાજુ આટલી મોટી રકમ બ્લોક કરી દેવાનું વેપારીઓને પણ મુશ્કેલ જણાય છે.
વિપુલ ઉત્પાદન છતાં આ વર્ષે મિલરો અને વેપારીઓ માટે મગફળીના મામલે બેફામ કમાણી કરવાના સપના અધૂરા રહી ગયા છે. કારણ કે 13 લાખ ટન જેટલો જથ્થો સરકાર પાસે પડ્યો છે અને ખેડૂતો પાસે પણ મોટો જથ્થો હજુ સંગ્રહ કરેલો પડ્યો છે. પુષ્કળ પ્રમાણમાં માલ હોવા છતાં મિલરો અને દાણાવાળાઓને માલની ખેંચનો સામનો કરવો પડે છે. નાફેડ દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રક્રિયામાં વેપારીઓ દ્વારા દરરોજ જુદા જુદા ભાવ ઓનલાઇન બીડમાં ભરવામાં આવે છે. સરેરાશ રૂપિયા 1040થી રૂપિયા 1100 સુધીનો ભાવ ભરવામાં આવતો હોવાની વાતો બહાર આવી રહી છે. ફેક્ટરીએ માલ પહોંચાડવાની શરતે આ ભાવ ભરવામાં આવે છે વેપારીઓના જણાવ્યા મુજબ માર્કેટ યાર્ડ માંથી મગફળીની ખરીદી કરવામાં આવે ત્યારે ખર્ચ સાથે રૂપિયા 1,100 ની પડતર થાય છે. તે બાબતને ધ્યાનમાં રાખી ભાવ ભરવામાં આવે છે. પરંતુ અત્યારે તો આ સમગ્ર બાબતમાં વન વે જેવું જોવા મળે છે.
ખેડૂતો પાસેથી નીચા ભાવે માલ પડાવી લેવાની મનોવૃત્તિ આ વખતે મિલરો અને વેપારીઓની સાકાર થઈ નથી કારણ કે ગામેગામ ટચૂકડી મીની ઓઇલ મીલ શરૂ કરીને ખેડૂતોએ મિલરોને મોટો ફટકો પાડ્યો છે. મિલરોનું વેચાણ ૨૦ ટકા જેટલું આ સિઝનમાં ઘટી ગયું છે અને હજુ મગફળીનો પૂરતો જથ્થો સરકાર અને ખેડૂતો પાસે હોવાથી ગ્રાહકોને વ્યાજબી ભાવે તેલ મળી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત સરકારે 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલ પર પ્રતિબંધ મૂક્યો
April 28, 2025 02:47 PMકંઇક મોટું થવાનું છે... આર્મી ચીફને મળ્યા બાદ રાજનાથ સિંહની પીએમ મોદી સાથે મુલાકાત
April 28, 2025 02:34 PMજામનગર જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા સંસદસભ્ય પૂનમબેન માડમ
April 28, 2025 01:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech