મહાપાલિકા શાળાઓને સીલ કરવાનું બધં કરે: સંચાલકો

  • June 10, 2024 04:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકા તત્રં દ્રારા ફાયર એનઓસી અને બીયુ પરમિશનની ચેકિંગ ડ્રાઇવ બાદ શહેરમાં કાર્યરત સેલ્ફ ફાયનાન્સ શાળાઓમાં ધડાધડ સીલ મારવામાં આવી રહ્યા છે, જેના પરિણામે જે તે શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓ કે વિધાર્થીનીઓના વાલીઓમાં એવી ગેરસમજ પ્રસરી રહી છે કે તેમનું સંતાન જે શાળામાં અભ્યાસ કરે છે તે શાળા સલામત નથી ! પરંતુ ખરેખર એવું નથી દરેક શાળા સંચાલક પોતાના વિધાર્થીઓ અને શિક્ષકોની સલામતી માટે પૂરતો સજાગ છે પરંતુ મહાપાલિકા તંત્રની નો–દલીલ, નો–અપીલ, સીધું જ સીલ જેવી કાર્યવાહીથી શાળાઓની ગુડવીલને અસર થઇ રહી છે તેમજ ટૂંક સમયમાં વેકેશન ખુલી રહ્યું હોય  અભ્યાસ કાર્યને અસર પહોંચે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. એકંદરે મહાપાલિકા તત્રં હકારાત્મક અભિગમ અપનાવે તેવી સંચાલકોની માંગણી છે. વિશેષમાં રાજકોટ જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, રાજકોટ શહેરમાં ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનાના તમામ મૃતકો માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દુ:ખ અને શોકની લાગણી અનુભવે છે તેમજ હતભાગીઓના પરિવાર પ્રત્યે સંવેદના અને પ્રાર્થના કરે છે. છેલ્લા દસ દિવસમાં રાજકોટના તમામ જુદા જુદા ક્ષેત્રો, જેમાં શાળાઓ, બેંકો, હોસ્પિટલ, કોચિંગ કલાસ, કોમર્શિયલ કોમ્પ્લેકસ વગેરેમાં તત્રં દ્રારા જે સીલ મારવામાં આવી રહ્યા છે, તેમાં પણ ખાસ કરીને સ્વનિર્ભર શાળાઓમાં ૧૦૦ થી વધુ શાળાઓમાં યારે સીલ લાગેલ છે, ત્યારે સ્વાભાવિક છે કે રાજકોટની પ્રજા અને ખાસ કરીને જે–તે શાળાના વાલીઓમાં શાળા દ્રારા રાખવામાં આવતી સલામતી અંગેની ગંભીરતા વિશે શંકા ઉપજતી હોય. પરંતુ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટની પ્રજા અને ખાસ કરીને જે–તે શાળાના વાલીઓને ખાસ સ્પષ્ટ્રતા કરી છે કે જે આડેધડ સીલ લાગે છે એના કારણોમાં શાળાઓની બેદરકારી કે શાળામાં ફાયર સેટીના સાધનો નહી હોવા કે શાળાના સંચાલક કે આચાર્ય વિધાર્થી કે શિક્ષકોની સલામતી માટે ગંભીર નહીં હોવા એ કારણ નથી. વર્ષ–૨૦૧૯માં સુરતમાં જે તક્ષશિલા દુર્ઘટના બની ત્યારબાદ રાજકોટની તમામ શાળાઓએ જરી ફાયરની સલામતી માટેની તમામ વ્યવસ્થા કરેલી અને નિયમિતપણે આ ફાયરના એનઓસી, મોટાભાગની શાળાઓ દ્રારા રીન્યુ પણ કરાવવામાં આવે છે પરંતુ રાજકોટના ગેમઝોનના બનાવ બાદ તત્રં દ્રારા ફાયરની સલામતીના કાયદાના અર્થઘટનમાં વિસંવાદિતા અને અવ્યવહા પણ તેમજ જડતાના કારણે મોટાભાગની શાળાઓમાં સીલ થઇ છે તેમ યાદીના અંતમાં ઉમેયુ છે.


ઇમ્પેકટ ફીની સ્કિમ હેઠળ કરેલી અરજીઓ પેન્ડિંગ
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર મોટાભાગની શાળાઓ દ્રારા ફાયરના એનઓસી મેળવાયેલ છે. પરંતુ આ ઘટના બાદના તત્રં દ્રારા થતા ઇન્સ્પેકશનમાં આ એનઓસીને અવગણી અને નવા કાયદા મુજબનું અર્થઘટન કરી અને સીલ મારવામાં આવે છે. શાળાઓની ઐંચાઈમાં બે, પાંચ કે દસ સેન્ટીમીટરના ફેરફારમાં પણ સીલ મારવામાં આવે છે. ત્યારે આમ ફાયરના જે નિયમો છે, એ નિયમોના અર્થઘટનમાં અવ્યવહાપણાને કારણે મોટાભાગની શાળાઓમાં સીલ લાગેલ છે. આ ઉપરાંત શાળાના મકાનનું વપરાશનું પ્રમાણપત્ર એટલે કે બિલ્ડીંગ યુઝ પરમિશન સર્ટિફિકેટમાં જો કોઇ કારણો જણાતા હોય તો તેને લીધે પણ મોટાભાગની શાળાઓમાં સીલ લાગેલા છે. મોટાભાગની શાળાઓએ રાય સરકારની ઇમ્પેકટ ફીના કાયદા અંતર્ગત પોતાની શાળામાં કરેલ નાના–મોટા ફેરફાર કે જેમાં વધારાનું બાંધકામ, બિલ્ડીંગ યુઝના ઉદ્દેશ્યમાં ફેરફાર, પ્લાનમાં નાનો માટે ફેરફાર વગેરે જેવી તમામ બાબતો માટે રાય સરકારના ઇમ્પેકટ ફીના કાયદા અંતર્ગત ઘણા સમયથી અરજી કરેલી જ છે પરંતુ જેનો નિકાલ તત્રં દ્રારા આજ સુધી કરવામાં આવેલ નથી


તમામ શાળાઓ નિયમ પાલન માટે કટિબધ્ધ
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ આ પરિસ્થિતિમાં વિધાર્થીઓ, કે શિક્ષકોની સલામતી સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવા માગતુ નથી. વિધાર્થીઓની સલામતી માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના તમામ સંચાલકો, આચાર્ય, શિક્ષકો ખૂબ જ સંવેદનશીલ છે. પરંતુ આજે અમે પ્રજા જોગ સ્પષ્ટ્રતા એટલે કરવા માંગીએ છીએ કે રાજકોટની પ્રજામાં અને ખાસ કરીને શાળાના વાલીઓમાં શાળા સંચાલક એમના આચાર્ય કે એમના શિક્ષકો પ્રત્યે કોઈપણ પ્રકારની ગેરસમજણ ન ફેલાય. જેમ કે શાળા સલામતીની બાબતમાં એકદમ બેદરકાર છે કે કોઈપણ પ્રકારની સલામતી માટે ચિંતિત નથી આ પ્રકારનો જે મેસેજ સામાન્ય પ્રજામાં અને વાલીઓમાં જઈ રહ્યો છે તે ન જાય તે માટે આ સ્પષ્ટતા કરવામાં આવે છે


૧૨૦ શાળાઓને સીલ ૧૦૦ને ખોલવા મંજૂરી

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની તમામ શાળાઓ દ્રારા સલામતી માટે તમામ તકેદારી રાખવાની કટીબદ્ધતા છે અને રાજકોટની જનતા કે વાલીઓ આ અંગે કોઈપણ પ્રકારની ગેરસમજણ ન કરે અને પોતાની શાળામાં, તેના સંચાલક મંડળમાં સંપૂર્ણ વિશ્વાસ રાખે અને પ્રવર્તમાન પરિસ્થિતિમાં રાજકોટ જે કાયદાના અર્થઘટનમાં તત્રં દ્રારા સૂચવવામાં આવતા તમામ ફેરફારો કરવામાં આવેલ છે એને પણ સ્વીકારી અને ફાયરની સલામતી માટે નાના–મોટા જે કાંઈ ફેરફાર હોય એને વ્યવસ્થા સંપૂર્ણપણે કરી રહી છે અને લગભગ ૧૨૦ માંથી ૧૦૦ જેટલી શાળાઓને ક્ષતિપૂર્તિ માટે કે પુર્તતા માટે પોતાની શાળાના સીલ ફરીથી ખોલવા માટે મંજૂરી પણ મળી ગઈ છે અને આ પુર્તતા બે થી ત્રણ દિવસમાં પૂર્ણ થઈ શકે એમ છે. ત્યારે તત્રં દ્રારા શાળાઓનું ઝડપથી ઇન્સ્પેકશન કરી અને એમને એનઓસી મળી જાય તો શાળાઓ સલામત રીતે ફરીથી શ થઇ જશે.

સલામતી મુદ્દે કોઇ બાંધછોડ નહીં: પ્રમુખ ડી.વી.મહેતા
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ પોતાની તમામ શાળાઓ સલામત રીતે શ થાય એના માટે તંત્રની સાથે રહી તમામ પ્રકારની વ્યવસ્થા કરવા માટે કટિબદ્ધ છે પરંતુ તત્રં દ્રારા પણ સલામતીના વિષયમાં કોઇપણ પ્રકારનું બાંધછોડ કર્યા વગર વ્યવહાપણુ દાખવવામાં આવે એ પણ અત્યતં જરી જણાય છે. આ બાબતે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી. મહેતા, મહામંત્રી પરીમલભાઇ પરડવા, મહામંત્રી પુષ્કરભાઇ રાવલ, ઉપપ્રમુખ અવધેશભાઇ કાનગડ, ઉપપ્રમુખ ડો. ડી. કે. વડોદરીયા, ઉપપ્રમુખ સુદિપભાઇ મહેતા, સૌરાષ્ટ્ર્ર ઝોન કન્વીનર જયદિપભાઈ જલુ, મેહત્પલભાઈ પરડવા, વિપુલભાઈ પાનેલીયા, સંદીપભાઈ છોટાળા, રાજય મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરા, ઉપપ્રમુખ જતીનભાઇ ભરાડ અને મહામંત્રી અજયભાઇ પટેલ તેમજ મંડળના કોર કમિટી, કારોબારીના સદસ્યો, તમામ ઝોન ઉપપ્રમુખ, મહામંત્રી સહિત તમામ સદસ્યો રાજકોટ શહેરની અંદર શાળાઓ આવનારી પેઢીને સલામત રાખવા માટે કટિબદ્ધતા દર્શાવે છે અને સત્વરે આ પ્રશ્નના ઉકેલ માટે કાર્યરત છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application