‘અંતિમ વિસામા’ માં જેનું કોઈ ના હોય તેની સાથે નગરપાલીકાના કર્મીઓ અને પોલીસ જવાનો રહે છે

  • November 28, 2024 03:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જીવન નો છેલ્લો પડાવ એટલે મોક્ષધામ પરંતુ સમાજની કમનસીબી છે કે ઘણી બધી વાર એવા મૃતદેહ મળે છે જે બિનવારસી હોય છે, પરંતુ તે દેહને પણ પંચ મહાભૂતમાં મળી જવાનો તેટલો જ હક હોય છે. એવી જ પ્રેરણા સાથે સિહોર નગરપાલિકા અને પોલીસ જવાન બિનવારસી મૃતદેહને વિધિવત ક્રિયાકર્મ કરે છે . 
કોણ કહે છે કે માનવતા મારી પરવારી છે. સિહોર નગરપાલિકા અને પોલીસ આજ સુધીમાં અનેક બિનવારસી મૃતદેહો ને અગ્નિ સંસ્કાર કરી ચૂક્યા છે. બીનવારસી મનીષભાઇ રમણભાઇ ગુપ્તાનું મૃત્યુ થતા  અંતિમવિધિ કરી હતી. કાયદાકીય કાર્યવાહી બાદ નગરપાલિકા સ્ટાફ અને પોલીસ જવાન મૃતદેહ ને મોક્ષધામમાં લઈ જઈ  ફૂલહાર કરે છે. અને ચીતા ઉપર મૂકી સ્વજનની માફક મૃતદેહનો વિધિવત અગ્નિસંસ્કાર કરે છે. આ બન્ને તંત્રના કર્મચારીઓએ અત્યાર સુધીમાં અસંખ્ય બિનવારસી મૃતદેહના અગ્નિસંસ્કાર કરી ચૂક્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application