ચૂંટણી ટાણે જ રાજયની ૧૫૭ નગરપાલિકાના કર્મચારીઓએ સરકારને આપી હડતાલની ચેતવણી

  • December 09, 2024 03:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચૂંટણી ટાણે જ રાજયની ૧૫૭ નગરપાલિકાના કર્મચારીઓએ સરકારને આપી હડતાલની ચેતવણી તબીબી ભથ્થાં મુદ્દે સરકાર સામે બાંયો ચઢાવતું નગરપાલિકા કર્મચારી મહામંડળ: ૩૦ ડિસેમ્બર સુધીનું અલ્ટીમેટલ આજકાલ પ્રતિનિધિ ગાંધીનગર બોર્ડ નિગમના કર્મચારીઓને તબીબી ભથ્થાનો લાભ આપવામાં આવી રહ્યો છે, યારે રાયની નગરપાલિકાના કર્મચારીઓ આ સરકારી લાભથી વંચિત રહ્યાં છે. ગુજરાત સરકારની એકની ગોળ અને બીજાને ખોળની નીતિ સામે નગરપાલિકા કર્મચારી મહામંડળે તબીબી ભથ્થા લઈને ચૂંટણી ટાણે જ તેવર દેખાડા છે ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળે રાય સરકારને અલ્ટીમેટમ આપ્યુ છે કે, 'જો નિર્ણય નહી લેવાય તો, રાયની ૧૫૭ નગરપાલિકા કર્મચારીઓ હડતાળ પાડશે જેથી પાણી, વીજળી અને સફાઈની કામગીરી ખોરવાઈ શકે છે, પંચાયત–પાલિકાની ચૂંટણીઓના બ્યૂગલ વાગવાની તૈયારી છે. રાય ચૂંટણીપચં ચૂંટણીઓ યોજવા આયોજન કરી રહ્યુ છે. ત્યારે બીજી તરફ, રાયની નગરપાલિકાની કર્મચારીઓ સરકાર સામે મોરચો માંડવા તૈયારીઓ આદરી રહ્યાં છે. કારણ કે, તબીબી ભથ્થુ ચૂકવવામાં સરકારે ભેદભાવની નીતિ અખત્યાર કરી છે. રાયના બોર્ડ નિગમના કર્મચારીઓને તબીબી ભથ્થુ એક હજાર પિયા ચૂકવવામાં આવે છે. યારે નગરપાલિકાના કર્મચારીઓને તબીબી ભથ્થા પેટે ૧૦૦ પિયા અપાય છે.પાલિકાના કર્મચારીઓનું કહેવુ છે કે, 'વર્ષ ૨૦૨૨માં રાય સરકારે તબીબી ભથ્થુ એક હજાર પિયા ચૂકવવા પરિપત્ર જાહેર કર્યેા છે. બોર્ડ નિગમના કર્મચારીઓને તો તબીબી ભથ્થાંના વધારાનો લાભ મળી રહ્યો છે. યારે પાલિકાના ૧૭ હજાર કર્મચારીઓને સરકારે જાણે કોણીએ ગોળ ચોટાડો છે. હજુ સુધી આ પરિપત્રનો અમલ કરાયો નથી. પાલિકા કર્મચારી મહામંડળે એવી ચિમકી ઉચ્ચારી છે કે, જો ૩૦મી ડિસેમ્બર સુધી તબીબી ભથ્થાનો વધારો કરવા સરકાર નિર્ણય નહીં લે તો, રાયમાં ૧૫૭ નગરપાલિકાના કર્મચારીઓ હડતાળ પર ઉતરી જશે. હડતાળને કારણે પાલિકા વિસ્તારોમાં વીજળી, પાણી ઉપરાંત સાફસફાઈની કામગીરી ખોરવાઈ જશે. શહેરીજનોને મુશ્કેલી વેઠવાનો વારો આવી શકે છે. પાલિકાના કર્મચારીઓએ પાલિકાની ચૂંટણી વખતે જ વિરોધનો બૂંગિયો ફુંકવાનું એલાન કરતાં સરકારને ભીસ વધારી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News