અમીન માર્ગ, ગુલાબ વિહાર, નિર્મલા રોડ, સિંધી કોલોની, વિસ્તારમાં બાકીદારોની ૧૦ મિલકત સીલ કરતી મનપા

  • January 08, 2025 03:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાની ટેકસ બ્રાન્ચ દ્રારા આજે શહેરમાં ૧૦ મિલકતોને સીલ મારેલ તથા ૧૫–મિલકતોને સીલની કાર્યવાહી કરતા રિકવરી થયેલ તથા ૧–યુનિટની નોટીસ સામે રીકવરી થયેલ ૨ નળ કનેકશન કપાત કરતાં રીકવરી થયેલ તથા ૩ નળ કનેકશન કપાત આજના દિવસની કુલ રીકવરી ા.૨૩.૨૪ લાખ થઈ હતી. આજે અમીન માર્ગ ગુલાબ વિહાર અને નિર્મલા રોડ તેમજ સિંધી કોલોની સહિતના વિસ્તારોમાં ૧૦ મિલકતો સીલ કરવામાં આવી હતી.
વોર્ડ નં–૧માં રૈયા ગામ થાળ પાસે આવેલ ૧–યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી .૧.૧૪ લાખનો ચેક આપેલ, વોર્ડ નં–૨માં રૈયા રોડ પર આવેલ ૧–યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી .૫૦,૦૦૦, વોર્ડ નં–૩મા રૈયા નાકા પાસે આવેલ ગીરીરાજ કોમ્પ્લેક્ષ થર્ડ લોર–૩૦૩ ને સીલ મારેલ, રૈયા રોડ પર આવેલ ૧–યુનિટ ને સીલ, દરજી ની શેરીમાં ૧–યુનિટ ને સીલ, રૈયા નાકા ટાવર્સ પાસે અનિલ ચેમ્બરર્સ  ગ્રાઉન્ડ લોર શોપ નં–૨ ના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી .૭૩,૦૦૦ ચેક આપેલ, રૈયા નાકા પાસે આવેલ ૧–યુનિટ ના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી .૫૭,૭૦૦૦નો ચેક આપેલ, જામનગર રોડ પર આવેલ ૨–યુનિટને સીલ મારેલ, સિંધી કોલોની મેઇન રોડ પર આવેલ ૧–યુનિટ ને સીલ મારેલ, વોર્ડ નં–૫માં સતં કબીર રોડ પર આવેલ ત્રીવેણી સોસાયટીમાં ૧–નળ કનેકશન કપાત સામે રીકવરી .૫૦,૦૦૦નો ચેક આપેલ, આર.ટી.ઓ. રોડ પર આવેલ ૧–યુનિટ ના બાકી માગના સામે સીલ ની કાર્યવાહી કરતાં રીકવરી .૬૨,૫૦૦નો ચેક આપેલ, આર.ટી.ઓ. રોડ પર આવેલ ૧–યુનિટ ના બાકી માગના સામે સીલ ની કાર્યવાહી કરતાં રીકવરી .૪૮,૦૦૦નો ચેક આપેલ, આ ઉપરાંત મીલપરા વિસ્તારમાં પણ મિલકતો સીલ કરાઈ હતી.
વોર્ડ નં–૮માં અમીન માર્ગ પર આવેલ ૧–યુનિટની નોટીસ સામે રીકવરી .૧.૬૨ લાખ, ગુલાબ વિહારમાં ૧–યુનિટના બાકી માગના સામે સીલ ની કાર્યવાહી કરતાં રીકવરી .૯૯,૫૯૪ થઈ હતી. વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application