મુંબઈના ધારાવીમાં મહેબૂબ-એ-સુબાનિયા મસ્જિદના ગેરકાયદે ભાગને તોડી પાડવાને લઈને સંઘર્ષ ફેલાયો છે. BMCની ટીમ ગેરકાયદે ભાગ તોડવા માટે પહોંચી હતી પરંતુ ભીડે હંગામો મચાવ્યો હતો. લોકો રસ્તા પર બેસીને વિરોધ કરી રહ્યા છે. કાર્યવાહી કરવા પહોંચેલા પાલિકાના વાહનની સાથે અન્ય કેટલાક વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. સ્થિતિને જોતા મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે.
હકીકતમાં, મુંબઈના ધારાવીમાં 90 ફૂટ રોડ પર આવેલી 25 વર્ષ જૂની સુભાનિયા મસ્જિદને BMC દ્વારા અનધિકૃત જાહેર કરવામાં આવી હતી અને તેને આજે તોડી પાડવામાં આવનાર છે. BMCના અધિકારીઓની કાર્યવાહી પહેલા જ ગત રાતથી જ મુસ્લિમ સમુદાયના લોકો રસ્તા પર આવી ગયા હતા અને આખો રસ્તો બ્લોક કરી દીધો હતો. મુસ્લિમ સમુદાયના લોકોનું કહેવું છે કે આ મસ્જિદ ઘણી જૂની છે.
આ મુદ્દે મુખ્યમંત્રીને મળ્યા હતા કોંગ્રેસના સાંસદ
મુસ્લિમ સમુદાયના લોકોનું કહેવું છે કે, આ મસ્જિદ ઘણી જૂની છે અને તેની સામેની કાર્યવાહી ખોટી છે. મુંબઈ ઉત્તર મધ્યના સાંસદ પ્રો. વર્ષા ગાયકવાડે કહ્યું કે, મુખ્યમંત્રી એકનાથ શિંદે જી તેમને મળ્યા અને ધારાવીની મહેબૂબ-એ-સુબાનિયા મસ્જિદને બીએમસી દ્વારા આપવામાં આવેલી ડિમોલિશન નોટિસ અંગે લોકોની લાગણીઓ વિશે તેમને જાણ કરી.
વર્ષા ગાયકવાડે જણાવ્યું હતું કે, તેમણે મુખ્યમંત્રી સાથે સકારાત્મક વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, તેઓ સંબંધિત અધિકારીઓ સાથે વાત કરશે અને આશ્વાસન આપ્યું કે ડિમોલિશન પ્રક્રિયા બંધ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહોસ્પિટલ કોવિડ માંદગીથી મૃત્યુ જણાવે ત્યારે છુપાવેલી બીમારીનો વાંધો લઈ શકાય નહીં
January 22, 2025 03:37 PMજાણો કલ્પવાસના 21 નિયમો શું છે, શું કુંભ વગર પણ કલ્પવાસ કરી શકાય?
January 22, 2025 03:36 PMકમઢિયાનો ધવલ ભુવો દાણા જોવાની પાટની બદલે જુગારપાટમાં પકડાયો
January 22, 2025 03:36 PMકમઢિયાનો ધવલ ભુવો દાણા જોવાની પાટની બદલે જુગારપાટમાં પકડાયો
January 22, 2025 03:35 PMમાંડાડુંગર પાસે દારૂ ભરેલી રિક્ષા સાથે સરધારનો શખસ ઝડપાયો
January 22, 2025 03:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech