રેલનગરના મુકેશને દારૂ ન મળતા ઝેરી દવા પીધી

  • February 01, 2024 04:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના રેલનગર પપં પાસે રહેતો અને ડ્રાઇવીંગ કામ કરતો મુકેશ રામજીભાઈ સીતાપરા (ઉ.વ.૩૫) નામના યુવકે સાંજે ઘર નજીક ઝેરી દવા પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. પરિવારજનોના કહેવા મુજબ મુકેશને દાની કુટેવ હોઈ ગઈકાલે દા ન મળતા મગજ ભમતો હોવાથી પગલું ભરી લીધું હતું. બીજા બનાવમાં ગોંડલ રોડ પર એસટી વર્ક શોપ પાછળ આંબેડકનગર રાવણ ચોકમાં રહેતો અને પ્રાઇવેટ દવાખાનામાં નોકરી કરતો જગદીશ ભરતભાઈ સોંદરવા (ઉ.વ.૨૭) નામના યુવકે રાત્રીના પોતાના ઘરે કપડાં ધોવાનું લીકવીડ પી લેતા સિવિલમાં ખસેડાયો હતો. બનાવ અંગે માલવિયાનગર પોલીસને જાણ કરાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application