અબજોપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ રિટેલે ગાર્મેન્ટ સેકટરમાં પોતાનો બિઝનેસ વધારવા માટે મોટી ડિલ કરી છે. આ ડીલ ઇઝરાયેલની અગ્રણી ઇનરવેર કંપની ડેલ્ટા ગાલીલ ઇન્ડસ્ટ્રીઝ સાથે કરવામાં આવી છે અને બંને કંપનીઓ પાસે ૫૦–૫૦ ટકા હિસ્સો હશે. ઈશા અંબાણી રિલાયન્સ રિટેલનો બિઝનેસ સંભાળી રહી છે અને તેમના નેતૃત્વમાં કંપની તેની આવકમાં મોટો ઉછાળો નોંધાવી રહી છે.
મુકેશ અંબાણીની આ ડીલ ગારમેન્ટ સેકટરમાં રિલાયન્સ રિટેલનું વર્ચસ્વ વધારવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે. મંગળવારે, સ્ટોક એકસચેન્જ ફાઇલિંગમાં, કંપનીએ ઇઝરાયેલી ઇનરવેર બ્રાન્ડ ડેલ્ટા ગાલીલ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંયુકત સાહસ રચવા વિશે માહિતી શેર કરી. રોઇટર્સના અહેવાલ મુજબ, આ ડીલ હેઠળ ડેલ્ટા ગાલીલ રિલાયન્સ બ્રાન્ડ માટે ઉત્પાદનો ડિઝાઇન અને ઉત્પાદન કરશે. કંપનીએ કહ્યું કે, આ સંયુકત સાહસ ડેલ્ટા ગાલીલને ઝડપથી વિકસતા ભારતીય બજારમાં તેની હાજરી સ્થાપિત કરવામાં પણ મદદ કરશે.
રિલાયન્સ રિટેલ–ડેલ્ટા ગાલીલનું સંયુકત સાહસ આગામી ૧૮ મહિનામાં ડેલ્ટા ફેમિલી લાઈફસ્ટાઈલ સ્ટોર અને એથેના બ્રાન્ડ પુષ–ક્રી ઈનરવેર માટે લોન્ચ કરશે. જણાવી દઈએ કે, રિલાયન્સ રિટેલ અને ડેલ્ટા ગાલીલની કેલ્વિન કલેઈન, ટોમી હિલફિગર અને એડિડાસ જેવી બ્રાન્ડસ સાથે પહેલાથી જ લાઈસન્સિંગ ભાગીદારી છે. જો કે, આ ડીલ કેટલી રકમ માટે કરવામાં આવી છે તે બંનેમાંથી કોઈએ પણ જાહેર કયુ નથી. મુકેશ અંબાણીની કંપની સતત તેના રિટેલ બિઝનેસના વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને ઈઝરાયેલની કંપની સાથે કરાર કરતા પહેલા તે અમેરિકન વેલરી કંપની ટિફની એન્ડ કંપની અને બ્રિટિશ ઓનલાઈન રિટેલર એસોસ જેવી આંતરરાષ્ટ્ર્રીય બ્રાન્ડને ભારતમાં લાવી છે.
રિલાયન્સ રિટેલના મેનેજિંગ ડિરેકટર વી. સુબ્રમણ્યમે આ ડીલ અંગે જણાવ્યું છે કે, અમે ડેલ્ટા ગાલીલ સાથે મળીને અમારા રિટેલ પ્લેટફોર્મ પર ગ્રાહકોને વિશાળ શ્રેણી પ્રદાન કરવા તૈયાર છીએ. આ ઉપરાંત ડેલ્ટા ગાલીલના સીઈઓ આઈઝેક ડાબાહે કહ્યું છે કે, આ સંયુકત સાહસ દ્રારા રિલાયન્સ રિટેલને આ ક્ષેત્રમાં કરવામાં આવી રહેલી અમારી કુશળતા અને નવીનતાઓનો લાભ લેવામાં મદદ કરવામાં આવશે.
રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ સતત તેનો બિઝનેસ વધારી રહી છે અને એક પછી એક ડીલ કરવામાં આવી રહી છે. તાજેતરમાં, રિલાયન્સની એજીએમમાં, મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, તેઓ આગામી ૩–૪ વર્ષમાં રિલાયન્સના રિટેલ બિઝનેસને બમણા કરવાની યોજના બનાવી રહ્યા છે, જે ભારતમાં પહેલેથી જ સૌથી મોટી છે. જણાવી દઈએ કે, ઈશા અંબાણીની આગેવાની હેઠળની આ કંપનીની આવક ગત નાણાકીય વર્ષ ૨૦૨૩–૨૪માં . ૨ લાખ કરોડને પાર ગઈ છે અને આ આંકડો આ સેકટરમાં પહેલેથી લિસ્ટેડ અને નોન–લિસ્ટેડ રિટેલ કંપનીઓમાં સૌથી વધુ છે. મુકેશ અંબાણીએ રિલાયન્સની વાર્ષિક સામાન્ય સભામાં કહ્યું હતું કે, આજે રિલાયન્સ રિટેલનો બિઝનેસ દેશના ખૂણે–ખૂણે છે અને રિલાયન્સ રિટેલના ૪૦ લાખ ગ્રોસરી પાર્ટનર્સ છે. આ વ્યવસાય પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે નવી રોજગારીનું સર્જન કરી રહ્યો છે. રિલાયન્સ રિટેલના વધતા બિઝનેસ વિશે વાત કરતા ઈશા અંબાણીએ કહ્યું કે, કંપનીની કુલ આવક ૨.૦૬ લાખ કરોડ પિયા સુધી પહોંચી ગઈ છે. આ પ્રસંગે ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે, આ વર્ષે દેશમાં ૧૮૪૦ નવા રિલાયન્સ રિટેલ સ્ટોર્સ ખોલવામાં આવ્યા છે. ઓનલાઈન પ્લેટફોર્મ જીયો માર્ટ વધુ ઝડપી બન્યું છે અને તેની સેવાઓ ૩૦૦ શહેરોમાં પહોંચી ગઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech