માર્ચમાં OTT પર ધમાલ મચાવવા આવી રહી છે અનેક ફિલ્મ અને સીરિઝ

  • March 02, 2023 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • દર્શકોને હોળી-ધૂળેટીની રજામાં ફાગણ મહિનામાં મળશે ભરપુર મનોરંજનથી
  • ધર્મેન્દ્ર અને શર્મિલા ટાગોર જેવા દિગ્ગજો લોકોના દિલો પર રાજ કરવા આવી રહ્યા છે



માર્ચ મહિનાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે ફાગણ મહિનમાં ઓટીટી પર અનેક ફિલ્મો અને સિરીઝ રિલીઝ થશે જે મનોરંજનથી ભરપૂર હશે. માર્ચ મહિનામાં દર્શકોને એન્ટરટેનમેન્ટનો ભરપૂર ખજાનો મળશે.  આ મહિનામાં ઓટીટી પર અનેક ડ્રામા રિલીઝ થશે, આમાંથી કોઇ ફેમિલી ડ્રામા છે તો કોઇ એક્શનથઈ ભરપુર  છે. સાથે જ શોમાં મિસ્ટ્રી અને રોમાંચથી પણ જોવા મળશે. મહત્વની વાત એ છે કે ધર્મેન્દ્ર અને શર્મિલા ટાગોર, જેવા દિગ્ગજો પણ આ મહિનેથી જ ઓટીટી પર ડેબ્યુ કરવા જઇ રહ્યા છે.

સૌથી પહેલાં શર્મિલા ટાગોર અને મનોજ વાજપેયીની મુખ્ય ભુમિકાની ફિલ્મ ગુલમોહર 3 માર્ચના રોજ રિલીઝ થશે. આ ફેમિલી ડ્રામ ફિલ્મ છે. ડિઝની પ્લસ હોટસ્ટાર પર જોવા મળશે. આમાં પરિવારની વચ્ચે પ્રેમ અને તકરાર તમને જોવામ મળશે.

ગુલમોહર સિવાય 3 માર્ચે તાજ રિલીઝ થશે, જે મુગલ સામ્રાજ્ય પર આધારિત છે. આમાં નસીરુદ્દીન શાહ અકબરની ભૂમિકામાં જોવા મળશે. જ્યારે ધર્મેન્દ્ર  સૂફી સંત ખ્વાજા સલીમ ચિશ્તીની ભૂમિકામાં જોવા મળશે. આ બન્ને કલાકારો સાથે અદિતિ રાવ હૈદરી જોવા મળશે.

ડિઝની પ્લસ હોટસ્ટાર પર મોહનલાલ સ્ટારર મલયાલમ ફિલ્મ અલોન પણ 3 માર્ચના રોજ હિન્દીમાં રિલીઝ થશે. રાજેશ જયરામ લિખીત આ ફિલ્મ 2.5 કરોડના બજેટમાં બની છે. ફિલ્મમાં મંજૂ વોરિયર, પૃથ્વીરાજ સુકુમાર અને સિદ્દીકની પણ મહત્વની ભૂમિકા છે.

થેલાપતિ વિજયની  ફિલ્મ વારિસૂ એમેઝોન પ્રાઇમ વિડીયો પર 8 માર્ચના રોજ રિલીઝ થશે. ફિલ્મમાં થેલાપતિ વિજય ઉપરાંત રશ્મિકા મંદાનાની ભૂમિકા મુખ્ય છે. ફિલ્મ મલ્ટીપ્લેક્સમાં 11 જાન્યુઆરીના રોજ રિલીઝ થઇ હતી.

કાકા ભત્રીજા વેંકટેશ અને રાણા દગ્ગુબાતીની ફિલ્મ રાણા નાયડુ 10 માર્ચના રોજ રિલીઝ થશે. નેટફ્લિકસ પર રિલીઝ થઇ રહેલી આ ફિલ્મમાં રાણા સેલેબ્સના પ્રોબ્લેમ્સના સોલ્વ કરતા જોવા મળશે. આમાં સુરવીન ચાવલા અને સુશાંત સિંહની પણ મુખ્ય ભુમિકામાં જોવા મળશે.

ડ્વેન જોનસનની મુખ્ય ભુમિકાની ફિલ્મ બ્લેડ એડમ્સ એમેઝોન પ્રાઇમ પર 15 માર્ચના રોજ રિલીઝ થશે. એક્શન અને રોમાંચથી ભરપૂર આ ફિલ્મ દર્શકનો હિન્દીમાં જોવા મળશે. તમે એક્શન મુવીના શોખીન છો તો આ મુવી તમારે અચુકથી જોવી જોઇએ. આ ફિલ્મ 21 ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થઇ હતી.

યામી ગૌતમની મુખ્ય ભુમિકાની ચોર નિકલકર ભાગા નેટફ્લિક્સ પર 24 માર્ચના રોજ રિલીઝ થશે. અજય સિંહના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ યામી એર હોસ્ટેસની ભૂમિકામાં જોવા મળશે. આમ, માર્ચ મહિનામાં તમે આ દરેક મુવીનો આનંદ લઇ શકો છો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application