ખંભાળિયા નજીકના હાપા લાખાસર વિસ્તારમાંથી ગઈકાલે બપોરે બે યુવાનો સાથેની મોટરકાર અકસ્માતગ્રસ્ત થતા તેમાં સવાર બંને યુવાનોના કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યા હતા.
આ કરુણ બનાવવાની વિગત એવી છે કે ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં આવેલી સોરઠીયા વાડી નજીક રહેતા શ્યામ નારણભાઈ ધારાણી નામના 22 વર્ષના યુવાન તેમના મિત્ર કૈલાશ નાથાભાઈ ધામેચા (ઉ.વ. 26, રહે. વાછરા ડાડાના મંદિર પાસે, શક્તિનગર) ને સાથે લઈને તેમની જી.જે. 37 બી. 8181 નંબરની મારુતિ બલેનો મોટરકારમાં ખંભાળિયા તરફ આવી રહ્યા હતા. ત્યારે ગઈકાલે મંગળવારે બપોરે આશરે અઢી વાગ્યાના સમયે ખંભાળિયા - લાલપુર માર્ગ પર અત્રેથી આશરે 15 કિલોમીટર દૂર હાપા લાખાસર ગામે પહોંચતાં પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક જઈ રહેલી આ બલેનો કાર પર તેના ચાલક શ્યામ ધારાણીએ કાબુ ગુમાવી દીધો હતો. જેના પરિણામે આ મોટરકાર પલટી ખાઈ ગઈ હતી.
અકસ્માત અંગેની જાણ કરાતા ઈમરજન્સી 108 ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઇજાગ્રસ્ત બંને યુવાનોને હોસ્પિટલમાં ખસેડવા અંગેની કાર્યવાહી કરી હતી.
આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં જઈ રહેલા બંને યુવાનો શ્યામ ધારાણી તેમજ કૈલાસ ધામેચાને શરીરના જુદા જુદા ભાગોમાં જીવલેણ ઈજાઓ થતા બંનેના કરુણ મૃત્યુ નીપજ્યા હતા. આ સમગ્ર બનાવ અંગે મૃતકના મોટાભાઈ ભાયાભાઈ નારણભાઈ (ઉ.વ. 30, રહે. શક્તિનગર) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે કારના ચાલક શ્યામ નારણભાઈ ધારાણી સામે આઈ.પી.સી. કલમ 279, 304 (એ) તથા એમ.વી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી કરી હતી.
આ અંગે આગળની તપાસ પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે. અકસ્માતના આ બનાવે મૃતક યુવાનોના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅડવાણાના યુવાને સી.આઇ.એસ.એફ.ની તાલીમ પૂર્ણ કરી
November 22, 2024 01:49 PMપોરબંદરની સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા રાજકોટના યુવાનનુ પર્સ પ્રામાણિકતાથી પરત અપાયુ
November 22, 2024 01:48 PMહીરાપન્ના કોમ્પલેકસમાં થયેલ ચોરી અંગે નોંધાશે ગુન્હો
November 22, 2024 01:48 PMહીરાપન્ના કોમ્પલેકસમાં થયેલ ચોરી અંગે નોંધાશે ગુન્હો
November 22, 2024 01:47 PMપોરબંદર-રતનપર રોડ પર આવેલી ઝુરીઓ ફેરવાઈ રહી છે ઉકરડામાં
November 22, 2024 01:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech