મૂળ અમરેલી જિલ્લાના વતની અને હાલ રાજકોટ મોરબી હાઈવે પર શનાળા ગામે સી.એન.જી. પેટ્રોલપંપ પાસે રહેતા મંગુબેન કાળુભાઇ વાઘેલા (ઉ.વ.૪૦) એ આરોપી સાગરભાઈ બહાદુરભાઈ માથાહુડીયા તથા નાગજીભાઈ બહાદુરભાઈ માથાહુડીયા અને વિજય કોળી રહે. ત્રણે આમ્રપાલી ફાટક રાજકોટવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૮-૦૩-૨૦૨૪ ના રોજ રાત્રીના આશરે સાડા અગીયારેક વાગ્યે ફરીયાદી તેની દિકરીને તેના સાસરેથી ઘરે તેડી લાવતાં આરોપી સાગરભાઇ (જમાઇ)ને સારૂ નહી લાગતા ફરીયાદીના ઘર પાસે જઇ આરોપી સાગરભાઈએ ફરીયાદીને ગાળો આપી માથાના ભાગે લોખંડનો પાઇપ મારી ઇજા કરી તથા આરોપી નાગજીભાઈ તથા વિજયએ ફરીયાદીને શરીરે ઢીકાપાટુનો મુઢમાર મારી મુંઢ ઇજા પહોંચાડી હતી જેથી ભોગ બનનાર મંગુબેને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૩૨૪, ૫૦૪,૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં કારનો દરવાજો ખોલતા મોટર બાઈકસવાર પિતા-પુત્રીને ઈજા
મોરબી રવાપર ચોકડીથી બાપા સીતારામ ચોક તરફ જતા રોડ પર સ્કોર્પિયો કાર ના ચાલકે રોડ પર ટ્રાફિકને અડચણ થાય તે રીતે ઉભી રાખી અચાનક દરવાજો ખોલતા મોટર સાઈકલ પર આવતા પિતા પુત્રી અથડાતા ગંભીર ઈજા પહોચી હતી જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.મોરબીની નવજીવન સ્કુલ પાછળ રહેતા હર્ષાબેન રમેશભાઈ કલોલા એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોધાવી છે કે તેના પતિ રમેશભાઈ અને દીકરી ધ્રુવી મોટર સાઈકલ પર જતા હોય દરમિયાન મોરબીની રવાપર ચોકડીથી બાપા સીતારામ ચોક તરફ જતા રોડ પર પહોચતા આગળ જતી મહિન્દ્રા કપનીની કાળા કલરની કાર જીજે ૩૬ એએલ ૯૩૩૦ ના ચાલકે જાહેર રોડ પર ટ્રાફિકને અડચણ થાય તે રીતે ઉભી રાખી અચાનક ગાડીનો દરવાજો ખોલતા રમેશભાઈ અને તેની દીકરી ધ્રુવી મોટર સાઈકલ લઈને જતા હોય જે મોટર સાઈકલ દરવાજા સાથે અથડાતા રમેશભાઈને ગંભીર ઈજા પહોચી હતી અતો ધ્રુવીને પણ માથામાં અને શરીરે ઈજા પહોચી હતી તેમજ કાર નો ચાલક કાર લઈને નાશી ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech