ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સતા મંડળ દ્વારા શાળા સલામતી સપ્તાહનું આયોજન શાળા કક્ષાએ કરવામાં આવેલ છે. જેમાં આપત્તિ અંગે ની જાણકારી અને શાળાઓમાં જોખમો અને આપત્તિઓ સામે રક્ષણ મેળવવાની તાલીમોનું આયોજન કરવામાં આવ્યુ હતું. છે.
રેડક્રોસ રાજ્ય શાખા અને ભાવનગર જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન મુજબ ડિઝાસ્ટર વિભાગ, અને ફાયર બ્રિગેડ, ભાવનગર સાથે રહીને ભાવનગર શહેર ની ૧૫ અને ગ્રામ્ય ની ૧૨ જેટલી શાળાઓના મળી કુલ ૬૫૦૦થી વધુ વિધાર્થીઓને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, ભાવનગર દ્વારા પ્રાથમિક સારવાર અને સીપીઆરની તાલીમ રેડક્રોસની ડોકટર અને નર્સિંગની ટિમ દ્વારા તાલીમ આપવા માં આવી હતી. સાથે પ્રાથમિક સારવારના પોસ્ટર દ્વારા પ્રશિક્ષણ અને પ્રેક્ટિકલ મેથડ ની તાલીમ પણ આપવામાં આવી હતી. જેમાં શાળાઓમાં અને ઘરે ફસ્ટ એઇડ્ બોક્સ નો ઉપયોગ, પાટા બાંધવા, સીપીઆર,વગેરેનું વિસ્તાર થી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે રેડક્રોસ સાથે જોડાયેલ શાળાઓ માં ચાલતા જુનિયર રેડક્રોસ વિભાગમાં પણ તાલીમો આપવામાં આવી હતી. રેડક્રોસ ભાવનગર દ્વારા આ કાર્ય શાળા સલામતી સપ્તાહ બાદ પણ આગામી માર્ચ મહિના સુધી ચલાવવા માં આવશે તેમ સંસ્થા દ્વારા જણાવાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજા દિવસે પણ 'કલ્કી 2898 એડી'ની બોક્સ ઓફિસ પર ધમાલ, કર્યું આટલા કરોડનું કલેક્શન
June 30, 2024 11:56 PMગુજરાત: ગોધરામાં NEETની ગેરરીતિ મામલે મોટો ઘટસ્ફોટ, સ્કુલ સંચાલકન ધરપકડ બાદ થયા ખુલાસા
June 30, 2024 11:54 PM‘પાજી બે પેગ વધુ તો નથી થઈ ગયા ને ?’, કપિલ શર્માની આ પોસ્ટ પર ફેન્સના ફની રીએક્શન થયા વાઇરલ
June 30, 2024 11:53 PMટીમ ઈન્ડિયાની જીત બાદ જાણો આલિયા કેમ થઈ રહી છે ટ્રોલ, ફેન્સ રાહાની મમ્મીથી થયા નારાઝ
June 30, 2024 11:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech