ફડ પેકેજિંગ કે તેની તૈયારીમાં વપરાતા ૩,૬૦૦થી વધુ રસાયણો માનવ શરીરમાં પહોંચી રહ્યા છે. જેમાંથી લગભગ ૧૦૦ રસાયણો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. સ્વિત્ઝરલેન્ડમાં સંશોધનમાં આ દાવો કરવામાં આવ્યો છે. સંશોધકોના મતે, સૌથી ચિંતાજનક બાબત એ છે કે ઘણા 'પીફેસ' રસાયણો લોકોના શરીરમાં પ્રવેશી રહ્યા છે, જેને 'ફોરેવર કેમિકલ્સ' તરીકે પણ ઓળખવામાં આવે છે, જે 'એકસપોઝર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટલ એપિડેમિયોલોજી' જર્નલમાં પ્રકાશિત થાય છે. નિષ્ણાતોના સંશોધનમાં એવું જાણવા મળ્યું હતું કે, માનવ શરીરમાં બિસ્ફેનોલ–એ નામનું રસાયણ પણ જોવા મળે છે, જે હોર્મેાન્સમાં વિક્ષેપ પેદા કરે છે. તેનો ઉપયોગ પ્લાસ્ટિક બનાવવામાં થાય છે. બાળકો માટે ઉપયોગમાં લેવાતી બોટલો બનાવવા માટે ઘણા દેશોમાં તેના પર પ્રતિબધં છે. યુરોપિયન યુનિયન પણ ફડ પેકેજિંગમાં 'પીફેસ' કેમિકલના ઉપયોગ પર પ્રતિબધં મૂકવાની તૈયારી કરી રહ્યું છે.
સંશોધકોએ લગભગ ૧૪ હજાર એવા રસાયણોની યાદી બનાવી છે જે ખોરાકના સંપર્કમાં આવે છે, જે પ્લાસ્ટિક, કાગળ, કાચ, ધાતુ અથવા અન્ય સામગ્રીથી બનેલા પેકેજિંગ દ્રારા ખોરાક સુધી પહોંચી શકે છે. આ રસાયણો રસોઈ પ્રક્રિયામાં કન્વેયર બેલ્ટ અથવા રસોડાના વાસણોમાંથી પણ આવી શકે છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે અખબારમાં ખાધપદાર્થેાનું પેકેજિંગ કરવું પણ ખતરનાક બની શકે છે, કારણ કે, તે ખોરાક છાપવાની શાહીના સંપર્કમાં આવે છે.
રિસર્ચના મુખ્ય લેખક બિર્ગિટ ગેઉકેના જણાવ્યા અનુસાર, એ જાણી શકાયું નથી કે કયું રસાયણ માનવ શરીરમાં કેટલી માત્રામાં પહોંચી રહ્યું છે. પેકેજીંગમાં વપરાતા રસાયણો પર વધુ સંશોધનની જર છે. તેમને ચેતવણી આપી હતી કે આ રસાયણો એકબીજા સાથે પ્રતિક્રિયા કરી શકે છે. તેથી ખોરાકને લાંબા સમય સુધી પેકેજિંગમાં ન રાખવો જોઈએ. પેકેજીંગમાં જ ખોરાકને ગરમ કરવાનું પણ ટાળવું જોઈએ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહીટવેવની અસર: ગુજરાતમાં શાળાઓના સમયમાં ફેરફારને મંજૂરી, શિક્ષણ મંત્રીનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:34 PMપેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? ક્રૂડ ઓઈલના ઘટતા ભાવથી આશા જાગી, ટ્રમ્પની ટેરિફ નીતિની પણ થશે અસર
April 05, 2025 11:33 PMસોશિયલ મીડિયાની ઘેલછામાં યુવાનનો આપઘાત, સુરતમાં દુઃખદ ઘટના
April 05, 2025 11:30 PMવિદ્યાર્થીઓના નામ પાછળ હવે માતાનું નામ પણ લખી શકાશે, શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech