કચ્છના નાના રણ સહિતના વિસ્તારમાં ભુ માફિયાઓ દ્વારા મીઠાનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે. કેટલાક કાયદેસર છે તેની ના નહી પરંતુ તેમને ફાળવવામાં આવેલી જમીન કરતાં વધુ જમીનમાં દબાણ કરીને ગેરકાયદેસર રીતે જમીનનું દબાણ કરીને ચલાવતા આ વેપલામાં સરકારની તિજોરીને પણ નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છતાં સરકારી બાબુઓ એક યા બીજા કારણોસર આંખ આડા કાન કરી રહ્યા છે .દરમિયાન નાના રણમાં જોવામાં આવે તો અગરીયાઓ માટે પ્રવેશ બંધી કરવામાં આવેલી છે. ત્યારે ગ્રામજનોના આક્ષેપ મુજબ ૨૦૦થી વધુ કારખાનાઓ કોની મહેરબાનીી ધમધમની રહ્યા છે તે એક પ્રશ્ન છે.
દેશનું મોટા ભાગનું મીઠું કચ્છમાં પાકે છે. મીઠાના વ્યવસાય કરનારા પૈકી મોટાભાગના કાયદેસર રીતે વ્યવસાય ચલાવી રહ્યા છે, પરંતુ કેટલાક એક યા બીજા કારણોસર દબાણ કરીને પણ સરકારી જમીન પર મીઠું પકવવાનું ચૂકતા ની જેને લઈને અગાઉ પણ ફરિયાદો ઈ ચૂકી છે .પરંતુ ભુજ કે ગાંધીનગર કક્ષાએ કોઈ જ પગલાં ભરવામાં ન આવતાં ગ્રામજનોમાં ભારે નારાજગીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. નાના રણમાં પણ ભૂ માફિયા સામે લડત અને આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે તેને વ્યાપક સર્મન મળી રહ્યું છે . બીજી તરફ જોવામાં આવે તો ભુ માફિયાઓના આશીર્વાદને લઈને સરકારી બાબુઓ ચૂપકીદી સેવી બેઠા છે જેને લઇને પણ લોકોમાં સરકારી તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. રાજકીય આગેવાનોના આશીર્વાદી ચાલતા આ ધમધોકાર મીઠાના વેપલામાં કોને કેટલો ફાયદો થાય છે તે તો ખબર નહિ પરંતુ ગ્રામજનોના આક્ષેપ મુજબ સરકારી તિજોરીને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે .અલબત્ત કેટલાક વ્યવસાયકારો દ્વારા કાયદેસર રીતે કામગીરી કરાવવામાં આવેલી છે તે પણ ઉલ્લેખ કરવો જરૂરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech