હજ–ઉમરાહની ધાર્મિક યાત્રાના નામે ૨૦૦થી વધુ સાથે છેતરપિંડી

  • January 07, 2025 02:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મુસ્લિમો માટે અતિ પવિત્ર માનવામાં આવતી હજ અને ઉમરાહની યાત્રાના નામે રાજકોટની રઝવી ટુર એન્ડ ટ્રાવેલ્સના સંચાકોએ અલગ અલગ ત્રણ ગ્રુપમાં ૨૦૦ થી વધુ વ્યકિતઓ પાસેથી પૈસા લઇ છેતરપિંડી કર્યાનું કારસ્તાન સામે આવ્યું છે. જે આંકાડો અંદાજિત બે કરોડ આસપાસ જેટલો છે. હાલ આ મામલે ૧૯ વ્યકિતઓ સાથે ૧૪.૦૬ લાખની છેતરપિંડી કર્યા અંગે મહિલા સહિત ત્રણ સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
રાજકોટમાં ભાવનગર રોડ પર બેડીપરા ફાયર સ્ટેશન પાસે મદ્રાસાવાળી શેરીમાં રહેતાં સમીરભાઇ રજાકભાઈ મુલતાની (ઉ.વ.૨૮) એ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભગવતીપરા યદુનંદન હોસ્પીટલની સામે આવેલ રઝવી ટુર એન્ડ ટ્રાવેલ્સનો માલીક અફઝલ મી, ફિરોઝ જાફાઈ અને બંનેના એજન્ટ તરીકે કામ કરતાં બિસમિલાબેનનું નામ આપતાં બી. ડિવિઝન પોલીસે છેતરપીંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ શહેરમાં જુદા જુદા કાર્યક્રમોનાં ઇવેન્ટ ડેકોરેશનનું કામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. એક વર્ષ પહેલા દંપતીએ માતા–પિતાને હજ તથા ઉમરાહની ધાર્મીક યાત્રા કરવા મોકલવા વિચાર કર્યેા હતો. જેથી શહેરના ભગવતીપરામાં યદુનંદન હોસ્પીટલની સામે આવેલ રઝવી ટુર એન્ડ ટ્રાવેલ્સનાં માલીક અફઝલ મી અને ફિરોઝ જાફાઈનો સંપર્ક કરેલ હતો. જેમાં બિસ્મીલાબેન તે જગ્યાએ નોકરી કરે છે. તેમની ઓફીસમાં ગઈ તા.૧૪૦૭૨૦૨૪ ના બ મળેલ યાં પુછપરછ કરતા બંને સંચાલકોએ સાઉદી આરબ જવા માટેની ટીકીટ પાસપોર્ટ અને ત્યાં રહેવા જમવા માટેની વિગતો સમજાવેલ તેમજ એક વ્યકતી દિઠ અલગ અલગ તારીખો માટે .૬૧ હજારથી લઈ .૭૫ હજાર સુધીનો ખર્ચ જણાવેલ હતો.
સાથોસાથ તેમણે જણાવ્યું હતું કે, ઉમરાહ માટે વહેલી ટીકીટ બૂક કરાવશો તો ઓછો ખર્ચ અને મોડી ટીકીટ કરાવશો તો ખર્ચ વધી જશે જેથી માતા–પિતા, પતિ–પત્ની અને તેમના દિકરા અને મોટાભાઈ રિયાઝભાઈની દિકરીની તેમ કુલ છ વ્યકતીની ટીકીટ બૂક કરાવેલ હતી. જેમાં તા.૧૪૦૭ નાં .૩૦ હજાર, બાદમાં .૩૫૦૦ અને .૪૦ હજાર રઝવી ટુર એન્ડ ટ્રાવેલ્સ નામનાં ગૂગલ પે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલ હતાં. તેમજ તા.૦૨૧૨૨૦૨૪ નાં .૧ લાખ, તા.૦૩૧૨ નાં .૧ લાખ અને બાદમાં .૨૫ હજાર તેઓને ટ્રાન્સફર કરેલ હતાં.
ગઇ તા.૨૭-૧૧-૨૦૨૪ ના તેમના સગા મોટાભાઈ રિયાઝભાઈ અને ભાભીની પણ ઉમરાહ જવા માટે વધારાની ટીકીટ ઉમરેવી હોય જેથી બંને સંચાલકોની હાજરીમાં .૧.૪૫ લાખ રોકડા આપેલ હતાં. જે બાબતની રઝવી ટુર્સ એડં ટ્રાવેલ્સ નામની પહોંચ આપેલ તેમજ અલગ અલગ તારીખે .૧.૧૯ લાખ રોકડા આપેલ હતાં. તેમજ અન્ય પાંચ લોકોએ પણ ટુર્સમાં જવા કુલ .૧૪,૦૬,૫૦૦ આરોપીને તેમની ઓફીસમાં આપેલ હતાં. તેમજ વિશ્વાસ આપેલ કે, તમોને તમામ ૧૯ વ્યકતીઓને ઉમરાહ કરાવીને પરત લાવીશું અને પેકેજ અમદાવાદ થી અમદાવાદનું રહેશે તેમ જણાવેલ હતું. ગઇ તા.૦૪૦૧૨૦૨૫ નાં અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મોડામાં મોડુ સાંજે છ વાગ્યા સુધીમાં પહોંચી જઈ રાત્રે બાર વાગ્યે અમદાવાદથી જીદાહ સુધીની ફલાઇટ છે યાં અમદાવાદ એરપોર્ટ પર અમારી ટીમ હાજર હશે.
બાદ ગઈ તા.૦૪ નાં રોજ ફરીયાદી પરીવારજનોને લઇ અમદાવાદ એરપોર્ટ પર સાંજના છએક વાગ્યે પહોંચેલ અને બંને સંચાલકો ફિરોઝ અને અફઝલને ફોન કરતા બંનેના ફોન બધં આવેલ હતાં. બંને પાસે એક માસ પહેલા તમામ પરીવારજનોના અસલી પાસપોર્ટ ભગવતીપરામાં આવેલ તેની ઓફીસમાં જમા કરાવેલ હતા. જેથી અમદાવાદ એરપોર્ટ ટર્મીનલ–૦૨ પર પહોંચતા સાથે આવેલ ટુર્સમાં આવવાવાળા તમામ લોકોના ફોન આવેલ અને જણાવેલ કે, રીઝવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ વાળાએ આપણી સાથે ફ્રોડ કરી છેતરપીંડી કરી છે.
તેમજ ફરિયાદીએ તેમના અને પરીવારજનોના અસલ પાસપોર્ટ કયાં છે તે બાબતે ટુર્સમાં આવતા અન્ય માણસોને ફોનમાં પુછપરછ કરતા જાણવા મળેલ કે, બગોદરા હાઇવે ઉપર આવેલ અંબર હોટેલ પર એક ઇનોવા કાર પડેલી છે, જેની અંદર બીસ્મીલાબેન બેસેલ છે, જેઓની પાસે ટુર્સમાં આવતા તમામ માણસોના અસલ પાસપોર્ટ છે. જેથી તેઓ ત્યાં જતા અગાઉથી ટુર્સમાં આવતા અન્ય માણસો બીસ્મીલાબેન પાસે હાજર હોય જેમની પાસે પાસપોર્ટ તથા ટીકીટ બાબતે પુછતા કહેલ કે, મારી પાસે તમારા બધાના ફકત પાસપોર્ટ જ છે લાઇટની ટીકીટો અફઝલ અને ફિરોઝ પાસે છે અને તેઓ હાલ કયાં છે તેની મને ખબર નથી.
તેઓના ફોન બધં આવે છે તેમજ આ બંનેએ મારી પાસે ૬૦ વ્યકતીનોનું બૂકિંગ કરાવેલ છે અને તેના પણ પીયા ઓળવી ગયેલ છે, તેવી વાત બીસ્મીલાબેને જણાવેલ હતી. જે બાદ તેઓ પોતાના પરીવારને લઈ તથા બીજા માણસો પોતપોતાના ઘરે જતા રહેલ હતાં અને બાદમાં ફરીયાદ નોંધાવી હતી.
વધુમાં જાણવા મળતી વિગતો આ ટુર સંચાલકે આ પ્રકારે હજ અને ઉમરાહના નામે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રના અલગ અલગ ગ્રુપના મળી ૨૦૦ થી વધુ વ્યકિતઓ સાથે આ પ્રકારે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.જેનો આંકાડો ૨ કરોડથી પણ વધુ છે

સૌરાષ્ટ્ર્રના ત્રણ ગ્રુપને એરપોર્ટ પર અલગ–અલગ ટાઇમ આપ્યો હતો

ટુર એન્ડ ટ્રાવેલ્સના સંચાલકોએ ધાર્મિક યાત્રા જનાર રાજકોટ ઉપરાંત જેતપુર,જુનાગઢ સહિત સૌરાષ્ટ્ર્રભરમાંથી અલગ અલગ ત્રણ ગ્રુપની ટિકિટ કનફર્મ થઇ ગઇ હોવાનું કહી તેને અમદાવાદ એરપોર્ટ પર અલગ–અલગ સમયે બોલાવ્યા હતાં.જેમાં એક ગ્રુપને સાંજે ૪ વાગ્યે જયારે અન્ય ગ્રુપને ૭ વાગ્યે જયારે એક ગ્રુપને રાત્રીના ૧૨ વાગ્યાનો સમય આપ્યો હતો.રઝવી ટુર નામથી આ સંચાલક છેલ્લા ૧૭ વર્ષથી ધાર્મિક ટુર કરવાતા હોવાનુ માલુમ પડયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application