રાજકોટ રોગચાળાના ભરડામાં; ડેંગ્યુ, મેલેરિયા, ચિકન ગુનિયા સહિતના વધુ ૨૦૮૨ કેસ મળ્યા

  • November 18, 2024 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સતત છેલ્લા એક મહિનાથી રોગચાળાના અજગર ભરડામાં આવી ગયું છે હોય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે, શહેર ઉપર જાણે મચ્છરજન્ય, પાણીજન્ય અને ઋતુજન્ય રોગચાળા એ ત્રિભેટે આક્રમણ કયુ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દરમિયાન આજરોજ મહાપાલિકાની આરોગ્ય શાખાના હેલ્થ ઓફિસરએ જાહેર કરેલા વિકલી એપેડમિક રિપોર્ટ મુજબ છેલ્લા એક સાહમાં શહેરમાં મેલેરિયાના બે કેસ, ડેંગ્યુના ૧૨ કેસ, ચિકન ગુનિયાના ૨ કેસ, શરદી ઉધરસના ૧૦૩૮ કેસ, સામાન્ય તાવના ૮૫૭ કેસ અને ઝાડા ઉલ્ટીના ૧૭૧ કેસ મળી રોગચાળાના કુલ ૨૦૮૨ કેસ નોંધાયા છે. ખાનગી તબીબોના મતે મહાપાલિકાએ જાહેર કરેલા રોગચાળાના આકં તો પાશેરામાં પુણી સમાન છે. ખરેખર જાહેર કરેલા કેસની તુલનાએ શહેરમાં દસ ગણો રોગચાળો છે તેમ કહેવામાં અતિશયોકિત નથી.
વિશેષમાં મ્યુનિ.આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે રોગચાળો નાથવા ૩૬૦ ટીમ દ્રારા સમગ્ર શહેરના વિવિધ વિસ્તારોમાં ૭૧,૮૫૨ ઘરમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી તથા ફિલ્ડવર્કર ટીમ દ્રારા ૩૨૩૧ ઘરમાં ફોગિંગ કામગીરી કરાઇ હતી.મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરાયું હતું ઉપરાંત સંવેદનશીલ સોસાયટીઓ, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવ્યા હતા. ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૪૮૩ પ્રીમાઇસીસ જેમાં બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરેમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવી હતી જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં ૪૩૧ અને કોર્મશીયલ ૧૭૭ આસામીને નોટીસ ફટકારી ા.૩૫,૫૦૦નો દડં વસુલવામાં આવ્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News