મોરબીમાં મારામારીના આરોપીએ ખોટી ઓળખ આપતા પોલીસ ફરિયાદ

  • July 12, 2024 01:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બી ડીવીઝનમાં ફરજ બજાવતા પોલીસકર્મી પ્રફુલભાઈ પરમારે આરોપી ભીમશી કેશુરભાઈ કંડોરીયા રહે ચૌટા તા. કુતિયાણા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી સુલતાનભાઇ જેસાણીએ લાયન્સનગરમાં રહેતા રાણાભાઇ વેગડા અને શારદાબેન રાણાભાઇ વેગડા વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધાવી હતી જેની તપાસ દરમીયાન આરોપી રાણાભાઇ વેગડાની અટક કરી હતી અને પૂછપરછ કરતા તેને શારદાબેન સો બારેક વર્ષ પૂર્વે પ્રેમ લગ્ન કર્યા હોવાનું જણાવ્યું હતું બંને પોરબંદર જીલ્લ ાના આજુબાજુના ગામના હોય બંનેની આંખો મળી જતા પ્રેમ ઇ જતા લગ્ન કર્યાનું જણાવ્યું હતું


બંને બહારના જીલ્લ ાના હોય અને કોર્ટમાં ટ્રાયલ દરમિયાન પુરા નામ સરનામાંની જરૂરિયાત હોવાી આરોપીને પોતાના આઈડી પ્રૂફ ડોક્યુમેન્ટ રજુ કરવાનું કહ્યું હતું જેી આરોપીએ પોતાનું આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ તેમજ શ્રમ કાર્ડ રજુ કર્યું હતું જેમાં નામ રાણાભાઇ વેગડા હોવાનું જણાવ્યું હતું અને આરોપીને કોર્ટમાં રજુ કરતા ત્યાં પણ નામ સરનામું જણાવેલ અને જામીન મુક્ત યા હતા બાદમાં પોલીસે ખાનગી રાહે તપાસ કરતા આરોપીનું સાચું નામ ભીમશી કેશુર કંડોરીયા જાતે આહીર રહે ચૌટા તા. કુતિયાણા વાળો હોવાનું જણાઈ આવ્યું હતું જેી આરોપીએ પોતાનું ખોટું નામ ધારણ કરી ચુંટણી કાર્ડ, આધારકાર્ડ અને શ્રમકાર્ડ ખોટા બતાવી ખરા તરીકે ઉપયોગ કરતા હોવાનું ધ્યાને આવતા પોલીસ ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News