મોરબીમાં ઇન્દીરાનગર અને વિસીપરા વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી ચોરી કરનાર ચીખલીગર ગેંગના એક ઈસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી લઈને ચોરી થયેલ ચાંદીના સાંકળા અને બાઈક કબજે લઈને વધુ તપાસ ચલાવી છે.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ દ્રારા ઇન્દિરાનગર અને વિસીપરા વિસ્તારમાં થયેલ ચોરીના ગુનાના ભેદ ઉકેલવા વિવિધ સ્થળના આશરે ૨૦૦ જેટલી જગ્યાએ સીસીટીવી ફટેજ ચેક કરી તેમજ હત્પમન શોર્સ મારફત બાતમી મેળવી હતી કે ચોરીના ગુનામાં સંડોવાયેલ ચીખલીગર ગેંગનો એક માણસ નંબર પ્લેટ વગરના બાઈકમાં ચોરીઓ કરવાના ઈરાદે રેકી કરવા આવનાર છે જે જામનગરથી પીપળીયા ચાર રસ્તાથી નવલખી રોડ થઈને મોરબી શહેરમાં આવે તે પૂર્વે જ નવલખી ફાટક પાસે વોચ ગોઠવી બી ડીવીઝન પોલીસે આરોપી સોનુસિંહ શેરસિંહ રણજીતસિંહ ખીરચી (ઉ.વ.૧૯) રહે યોગેશ્વરધામ ખોડીયાર કોલોની જામનગર વાળાને ઝડપી લીધો હતો. ઝડપાયેલ આરોપી પાસેથી પોલીસે ચાંદીના સાંકળા નગં ૦૮ કીમત ૨૧,૦૯૨ અને ચોરીના ગુનામાં વપરાયેલ બાઈક કીમત ૩૫ હજારનો મુદામાલ કબજે લીધો છે આરોપીને ઝડપી લઈને મોરબી પોલીસે બી ડીવીઝનમાં નોંધાયેલા બે ગુનાના ભેદ ઉકેલી નાખ્યા છે આરોપીઓ ભૂંડ પકડવાનો ધંધો કરતા હોય જેથી અલગ અલગ વિસ્તારમાં ભૂંડ પકડવા જતી વેળાએ રેકી કરી રાત્રીના સમયે તાળા મારેલ મકાનમાં ચોરી કરવાની એમ.ઓ. ધરાવતા હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે.
જે કામગીરીમાં બી ડીવીઝન પીઆઈ એન એ વસાવા, પીએસઆઈ એન ઓ અબડા, જગદીશભાઈ ડાંગર, ભરતભાઈ ખાંભરા, રાજેશભાઈ ડાંગર, વિજયભાઈ ચાવડા, પ્રદીપસિંહ ઝાલા, બ્રિજેશભાઈ બોરીચા, અજયસિંહ રાણા, રમેશભાઈ રાઠોડ, દશરથસિંહ મસાણી, સંજયભાઈ લકુમ, સુખદેવભાઈ ગઢવી અને પ્રીયંકાબેન પૈજા સહિતની ટીમ જોડાયેલ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech