વિધિના નામે છેતરપિંડી કરનાર બે શખસોને મોરબી એલસીબીએ ઝડપી લીધા

  • March 21, 2024 01:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હળવદના સરા રોડ પર  આવેલ આલાપ સોસાયટીમાં ઘરમાં નડતર હોવાનું જણાવી વીધી કરવાથી નડતર જતી રહશે કહી વૃદ્ધ પાસેથી બે શખ્સોએ રૂ. ૩૯,૨૦૦ લઇ જઈ વિશ્વાસઘાત કર્યો હતો. આ બનાવ અંગે  ઈશ્વરભાઈ પટેલ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.
હળવદના સરા રોડ પર આવેલ આલાપ સોસાયટીમાં રહેતા ઈશ્વરભાઈ મહાદેવભાઈ જસાપરા (ઉ.વ.૬૪) એ આરોપી અજાણ્યા બે શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી  કે ગત તા.૧૮-૦૩ ના રોજ ફરીયાદીને આરોપીઓએ પોતે પણ પટેલ હોવાનુ જણાવી ઘરમા નડતર હોવાનુ જણાવી વિધિ કરવાથી નડતર દુર કરી દઈશુ તેમ કહી ફરીયાદીને વિશ્વાસમા લઈ વિધિ કરી વિધિના બહાને ફરીયાદી પાસેથી રૂપીયા ૩૯,૨૦૦/- લઈ જઈ વિશ્વાસઘાત છેતરપીંડી કરી નાશી ગયા હતા જેથી ભોગ બનનાર ઈશ્વરભાઈએ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી હતી.જે ફરિયાદ આધારે એ મોરબી એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલના  માર્ગદર્શન નીચે એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો  ત્યારે બાતમીની હકીકતના આધારે બે દિવસ પહેલા હળવદના સરા રોડ પર આવેલ સોસાયટીમાંથી એક વૃદ્ધને ભુવા  હોવાનું નું જણાવી વિશ્વાસમાં લઈ વિધિના બાને છેતરપિંડી કરી તેની પાસે રહેલા રોકડા ૩૯,૨૦૦ જે લઈ પોતાનું મોટર સાયકલ સ્પ્લેન્ડર  ૦૩   ૯૪૯૮ લઈને ત્યાંથી ભાગી  ગયા હતા  જે અન્વયે મોરબી એલસીબી એ કુલ મુદ્દા માલ ૮૯,૨૦૦ સાથે આરોપી દિપક નારાયણના ધાધુ/ધાંધલ (નાથબાવા )ઉંમર વર્ષ ૩૨ ધંધો મજૂરી રહે શિવ નગર સોસાયટી, વિંછીયા રોડ જસદણ, બીજો આરોપી  રોહિતનાથ ભગવાનના ધાધુ (નાથબાવા) ઉંમર વર્ષ ૨૮ ધંધો મજૂરી રહે. શિવનગર સોસાયટી, વિંછીયા રોડ, જસદણ વાળાને  બન્ને  શખ્સો  ને ઝડપી તેમની પાસે રોકડ રૂપિયા ૩૯,૨૦૦ તથા  મોટરસાયકલ કિંમત રૂપિયા ૫૦  હજાર મળી કુલ મુદ્દા માલ ૮૯,૨૦૦  સાથે ગણતરીની કલાઓ માં  આરોપીને ઝડપી લીધા  હતા સમગ્ર ઓપરેશનમાં મોરબી એલસીબી પીઆઇ ડી.એમ. ઢોલ એલસીબી પીએસઆઇ કે.એચ.ભોચિયા, પીએસઆઇ એસ.આઈ.પટેલ, ઇશ્વરભાઇ રબારી, દશરથસિહ પરમાર, નિરવભાઈ મકવાણા, ભરતભાઈ સહિતના  સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application