મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેટલી હદે કથળી ગઈ છે કે માળિયાના સરવડ ગામમાં વૃદ્ધ દંપતીના ઘરમાં ઘુસી ચાર ઇસમોએ ધોકા વડે બેફામ માર મારી રોકડ રકમ, તેમજ સોના ચાંદીના દાગીના સહીત ૪૫,૭૦૦ની લૂંટ કરી ફરાર થયા હતા જે બનાવ મામલે માળિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.
માળિયાના સરવડ ગામે સરદારનગરમાં રહેતા જશુબેન મગનભાઈ સુરાણી નામના વૃદ્ધે ચાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે સવારે સાડા ત્રણ ચાર વાગ્યાના અરસામાં જશુબેન બાથરૂમ કરવા ઉઠ્યા હતા અને બાથરૂમ કરી ઘરમાં પરત જતા હોય ત્યારે ઓસરીનો દરવાજો બંધ કરતા હોય ત્યારે ચાર અજાણ્યા ઈસમો બુકાનીધારીએ ધક્કો મારી ઓસરીમાં દાખલ થયા હતા અને ધોકાથી માર મારવા લાગ્યા હતા જે દેકારો થતા પતિ મગનભાઈ સુરાણી જાગી જતા તેને પણ ધોકા વડે માર મારી ઘરમાં પ્રવેશ કરી માતાજીના મંદિરમાં રાખેલ પાકીટમાંથી રોકડ રૂ ૩૦૦૦, કબાટમાં પડેલ ચાંદીના ચાર જોડી જુના સાંકળા કીમત રૂ ૧૦,૦૦૦ ઓસરીમાં રહેલ પતિનો મોબાઈલ કીમત રૂ ૨૦૦૦, પતિનું પાકીટ લઇ લીધું હતું અને કાનમાં પહેરેલ સોનાના બુટીયા અડધા તોલાના કીમત રૂ ૩૦ હજાર તેમજ પતિનું પેન્ટ ટીંગાડેલ હોય જેમાં રહેલ રોકડ રૂ ૭૦૦ કાઢી લીધા હતા અને ચારેય ઈસમો ઘરનો દરવાજો બંધ કરી પૂરીને જતા રહ્યા હતા બાદમાં દેકારો કરતા સામે રહેતા લોકો આવી જતા બહાર કાઢ્યા હતા માળિયા પોલીસે ચાર બુકાનીધારી અજાણ્યા ઇસમ વિરુદ્ધ રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના અને મોબાઈલ સહીત ૪૫,૭૦૦ ની લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના લાખાબાવળ ગામ પાસે રેલવે ટ્રેકમા તિરાડ પડતા મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં ટળી
December 18, 2024 08:14 PMજામનગરનો વિસ્તાર વધતા પીવાના પાણીની જરૂરિયાતમાં વધારો
December 18, 2024 06:54 PMજામનગર પંથકના ખેડૂતોને કૃષિ સહાયમાં અન્યાય
December 18, 2024 06:50 PMજામનગરના ટાઉનહોલની મુલાકાત બાદ ઐતિહાસીક ભુજીયા કોઠાનું નિરીક્ષણ કરતા મનપા કમિશનર
December 18, 2024 06:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech