દેશમાં આજથી જ ચોમાસું બેસી જશે

  • May 30, 2024 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



દક્ષિણપશ્ચિમ ચોમાસું આગાહી કરતાં એક દિવસ વહેલું આજે ગુવારે જ કેરળના દરિયાકાંઠે અને ઉત્તરપૂર્વના ભાગોમાં બેસી જઈ શકે છે. આમ તો આગાહી ૩૧મી મેની હતી પણ અચાનક જ ચમાસાએ વેગ પકડો છે અને કેરળમાં છેલ્લા ચાર દિવસથી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે કેરળમાં ભારે વરસાદની આગાહી કરી છે.
ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) એ બુધવારે જણાવ્યું હતું કે, આગામી ૨૪ કલાક દરમિયાન કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાના આગમન માટે સ્થિતિ અનુકૂળ રહેશે. ૧૫ મેના રોજ, હવામાન કચેરીએ કેરળમાં ૩૧ મે સુધીમાં ચોમાસાના આગમનની આગાહી કરી હતી.

પૂર્વેાત્તર રાયો અણાચલ પ્રદેશ, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ, મણિપુર અને આસામમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ ૫ જૂન છે.આ સમયગાળા દરમિયાન દક્ષિણ અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, માલદીવના બાકીના ભાગો, કોમોરિન, લક્ષદ્રીપ, દક્ષિણ–પશ્ચિમ અને મધ્ય બંગાળની ખાડી, ઉત્તર–પૂર્વ બંગાળની ખાડી અને દક્ષિણ–પૂર્વ ભારતમાં ઉત્તરપૂર્વીય રાયોના ભાગોમાં થવાની સંભાવના છે. આઈએમડીએ જણાવ્યું હતું કે પશ્ચિમ ચોમાસાના આગમન માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે

ચેરાપુંજીમાં ૨૪ કલાકમાં ૨૬ ઈંચ
દેશમાં ચોમાસાનું આગમન થયુ છે. મેઘાલયના ચેરાપુંજીમાં ભારે વરસાદ થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૬ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદ થતા રસ્તા પર પાણી ફળી વળ્યા. ભારે પવન સાથે વરસાદ થતા જનજીવન પર અસર થઇ છે.

ચોમાસું બેસ્યાની જાહેરાત કયારે થાય?
આઇએમડી કેરળમાં ચોમાસાના આગમનની ઘોષણા કરે છે યારે કેરળના ૧૪ કેન્દ્રો અને પડોશી વિસ્તારોમાં ૧૦ મે પછી કોઈપણ સમયે સતત બે દિવસ ૨.૫ મીમી અથવા તેથી વધુ વરસાદ પડે છે, આઉટગોઈંગ લોંગવેવ રેડિયેશન ઓછું હોય છે અને પવનની દિશા દક્ષિણ–પશ્ચિમતરફ હોય છે


ચોમાસું વહેલું કેમ પધાયુ?
હવામાનશાક્રીઓએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાંથી પસાર થયેલા ચક્રવાત રેમલએ ચોમાસાના પ્રવાહને બંગાળની ખાડી તરફ ખેંચી લીધો છે, જે ઉત્તરપૂર્વમાં ચોમાસાના વહેલા આગમનનું કારણ હોઈ શકે છે.


ગુજરાતમાં કયારે પહોંચશે ચોમાસું?

ગુજરાતમાં ૧ જૂનની આસપાસ કદાચ કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાય તેવી શકયતા હાલ દેખાઈ રહી છે. ગુજરાતમાં ૧૫ જૂન એ ચોમાસાની અધિકારીક તારીખ છે, હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં ચોમાસું એકાદ બે દિવસ વહેલું પહોંચે તેવી સંભાવના દેખાઈ રહી છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application