153 તાલુકામાં વરસાદ: ચોમાસાની વેરાવળથી સૌરાષ્ટ્રમાં થઇ એન્ટ્રી

  • June 25, 2024 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નૈઋત્યના ચોમાસાએ વેરાવળથી સૌરાષ્ટ્રમાં વિધિવત એન્ટ્રી લીધી છે. આજે સવારે છ વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 153 તાલુકામાં સામાન્યથી સાડા ચાર ઇંચ સુધી વરસાદ થયો છે. આજે સવારે 6:00 વાગ્યાથી ફરી વરસાદ શરૂ થઈ ગયો છે અને રાજ્યના 52 તાલુકામાં સામાન્યથી બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. વડોદરા પંચમહાલ અને આણંદ ખેડા અને પાટણ જિલ્લામાં સવારે તોફાની પવન સાથે વરસાદ શરૂ થયો છે.

વડોદરામાં ગઈકાલે પોણો ઈંચ વરસાદ પડ્યા પછી આજે સવારે બે કલાકમાં બે ઇંચ, સાવલીમાં એક ઇંચ
(અનુ. નવમા પાને)નૈઋત્યના ચોમાસાએ વેરાવળથી સૌરાષ્ટ્રમાં વિધિવત એન્ટ્રી લીધી છે. આજે સવારે છ વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 153 તાલુકામાં સામાન્યથી સાડા ચાર ઇંચ સુધી વરસાદ થયો છે. આજે સવારે 6:00 વાગ્યાથી ફરી વરસાદ શરૂ થઈ ગયો છે અને રાજ્યના 52 તાલુકામાં સામાન્યથી બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. વડોદરા પંચમહાલ અને આણંદ ખેડા અને પાટણ જિલ્લામાં સવારે તોફાની પવન સાથે વરસાદ શરૂ થયો છે.
વડોદરામાં ગઈકાલે પોણો  પંચમહાલ જિલ્લાના કલોલમાં દોઢ ઇંચ જાંબુઘોડામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે.
કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ખેડા જિલ્લાના માતરમાં સાડા ચાર ઈચ નોંધાયો છે મહેમદાબાદમાં સાડા ત્રણ ખેડામાં પોણા બે ઈચ વરસાદ થયો છે.પંચમહાલ જિલ્લાના કલોલમાં ચાર ઇંચ અને ઘોઘંબામાં દોઢ ઇંચ વરસાદ થયો છે.
અમદાવાદ શહેરમાં માત્ર સવા ઈચ વરસાદ થયો છે. જ્યારે ધંધુકામાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત ગાંધીનગર જિલ્લાના માણસામાં બે દહેગામમાં દોઢ ઇંચ વરસાદ થયો છે.
ચોમાસુ વિધિવત રીતે વેરાવળમાં એન્ટર થઈ ગયું છે હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ આજે દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળે છે અને તે ગુજરાતથી મહારાષ્ટ્રના ઉત્તર તરફના ભાગમાં અરબી સમુદ્રમાં પથરાયું છે. તેમાંથી એક ટ્રફ પણ પસાર થઈ રહ્યું છે. આ ટ્રફનો છેડો મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સુધી લંબાયો છે.
હવામાન ખાતાએ આજે બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત સાબરકાંઠા છોટા ઉદેપુર નર્મદા ડાંગ તાપી વલસાડ દમણ જુનાગઢ અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં પણ તોફાની પવન સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
નૈઋત્યનું ચોમાસુ સતત આગળ વધી રહ્યું છે અને આગામી ત્રણ દિવસમાં ગુજરાત તથા અરબી સમુદ્રના ઉત્તર તરફના વિસ્તારમાં બાકી રહેલા ભાગોમાં તે પહોંચી જશે. આવી જ રીતે પશ્ચિમ બંગાળ ઝારખંડ છત્તીસગઢ મધ્ય પ્રદેશ બિહારમાં પણ બાકી રહેલા ભાગોમાં ચોમાસું પહોંચી જશે.

સૌરાષ્ટ્ર -કચ્છના 41 તાલુકામાં મેઘસવારી ચાલુ
પ્રજાને લાંબી રાહ જોવરાવ્યા બાદ રવિવારથી શરૂ થયેલી મેઘ સવારી સતત ચાલુ રહી છે, તેમાં ગઈકાલે બીજા દિવસે સૌરાષ્ટ્ર કચ્છના 90 તાલુકામાંથી બરાબર 41 કેટલા તાલુકામાં ઝાપટાથી માંડીને સાડાત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તેમાં ચુડા, લાલપુર, કલ્યાણપુર, ચોટીલા, નખત્રાણા, ભાણવડ પંથકમાં આજે સવારે પૂરા થતા 24 કલાક સુધીમાં દોઢથી માંડીને સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ગઈકાલે કચ્છના અને અંજાર પંથકમાં પણ એક થી દોઢ ઈંચ  વરસાદ પડયો હતો. દરમિયાન આજે સવારે પણ મેઘ કૃપા ચાલુ રહેતા જુનાગઢના વિસાવદરમાં બે ઇંચ, કુકાવા વડીયા વિસ્તારમાં પોણો ઈંચ સહિત અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ જિલ્લાના વિસ્તારોમાં ઝાપટા વરસવા શરૂ થઈ ગયા હતા.

સૌરાષ્ટ્ર કચ્છમાં આજે બીજે દિવસે કુલ 41  તાલુકામાં મેઘ સવારી માં 20 તાલુકામાં અડધો થી માંડીને સાડા ત્રણ ઇંચ વરસાદ તેમજ 21 તાલુકામાં ઝાપટાઓ વરસ્યા છે. તેમાં સુરેન્દ્રનગર ના જુડામાં સાડા ત્રણ ઇંચ ચોટીલા દોઢનીજ લીંબડી મુળી વઢવાણ લખતર પંથકમાં અડધોથી પોણો ઇંચ અને થાનગઢ દસાડા પંથકમાં ઝાપટા વરસ થયા હતા. જામનગર શહેરમાં અડધો ઇંચ જ્યારે લાલપુરમાં પોણા ત્રણ ઇંચ અને જામજોધપુર જોડિયા પંથકમાં ઝાપટા વરસ થયા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર માં પોણા બે ઇંચ ભાણવડમાં દોઢ અને ખંભાળિયામાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો.  કચ્છમાં ગઈકાલે નખત્રાણા, અંજાર, મુન્દ્રા  અને ભુજમાં ઝાપટા વરસ્યા હતા. રાજકોટમાં ગઈકાલે સવારે પોણો ઇંચ બાદ જિલ્લાના વિછીયા માં અડધો ઇંચ ને ઉપલેટા લોધીકા ગોંડલ કોટડા સાંગાણી પંથકમાં ઝાપટા વરસ થયા હતા. બોટાદ શહેરમાં અને રાણપુરમાં એક ઇંચ ઉપરાંત ભાવનગરના વલભીપુર માં એક જ ઘોઘા અડધો ઇંચ જ્યારે ભાવનગર ગારીયાધાર તળાજા પાલીતાણા જેસર પંથકમાં ઝાપટા પડ્યા હતા. આ ઉપરાંત અમરેલીના લાઠી, બાબરા, જાફરાબાદ, પોરબંદર, રાણાવાવ, માળીયાહાટીના પંથકમાં ઝાપટાઓ વર્ષ ગયા હતા.
જ્યારે આજે સવારે પણ ચાલુ રહેલી એક સવારીમાં વિસાવદરમાં ચાર કલાકમાં બે ઈંચ, ભેંસાણ અડધો ઇંચ, અમરેલીના કુકાવાવ વડીયા ધારી સાવરકુંડલા સુરેન્દ્રનગરના સાયલા ચોટીલા વઢવાણ લખતર રાજકોટ શહેર ઉપરાંત કોટડા સાંગાણી લોધિકા જામકંડોરણા જેતપુર વગેરે પંથકમાં મળવાથી ભારે ઝાપટાઓ વરસવા શરૂ થયા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application