ચોમાસાએ મુન્દ્રાથી કચ્છમાં એન્ટ્રી મારી: 122 તાલુકામાં મેઘમહેર

  • June 26, 2024 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અત્યાર સુધી નૈઋત્યના ચોમાસાથી વંચિત રહેલા કચ્છ જિલ્લામાં ગઈકાલે મોડી રાત્રે સાઉથવેસ્ટ મોન્સુને મુન્દ્રાથી એન્ટ્રી મારી છે. કચ્છ જિલ્લાના માંડવીમાં 45 મિલીમીટર વરસાદ નોંધાયો છે. અંજારમાં સામાન્ય ઝાપટાં પડ્યા છે. જ્યારે કંડલામાં 29 મીલીમીટર વરસાદ પડ્યો છે. આજે સવારે ભુજમાં 92 કંડલામાં 90 ટકા ભેજ નોંધાયો છે અને તેના કારણે ગમે ત્યારે વરસાદ તૂટી પડે તેવું વાતાવરણ છે.

કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 122 તાલુકામા સામાન્યથી ચાર ઇંચ જેટલો વરસાદ થયો છે. 24 તાલુકા એવા છે કે જ્યાં એક થી ચાર ઇંચ વરસાદ થયો છે. જ્યારે 47 તાલુકામાં અડધો ઇંચ કે તેનાથી વધુ વરસાદ થયો છે.  બનાસકાંઠા જિલ્લાના દાતામાં 64 અને ઇડરમાં 51 મિલી મીટર વરસાદ નોંધાયો છે. પાટણ અને ખેડામાં અનુક્રમે 60 અને 55 મિલીમીટર વરસાદ થયો છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ મધ્ય ગુજરાતમાં આજે સાયક્લોનિક સરકયુલેશન જોવા મળ્યું છે અને તેમાંથી એક ટ્રફ પસાર થાય છે. બીજું એક સાયકલોનિક સર્ક્યુલેશન રાજસ્થાનના સાઉથવેસ્ટ દિશામાં જોવા મળ્યું છે. આ સિસ્ટમના કારણે પંચમહાલ વડોદરા છોટાઉદેપુર અમદાવાદ ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યના બાકીના અન્ય તમામ જિલ્લાઓમાં પણ હળવોથી મધ્યમાં વરસાદ પડશે તેવી આગાહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application