ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના વાપસીની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. ફેન્સ તેને જલ્દીથી જલ્દી ક્રિકેટના મેદાન પર જોવા માંગે છે પરંતુ આ દરમિયાન જે સમાચાર આવી રહ્યા છે તે હેરાન કરનાર છે. એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઈજામાંથી બહાર આવવા માટે રિહેબ કરાવી રહેલા શમીને ફરીથી ઈજા થઈ છે.
નવેમ્બરથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે શમી મેદાનમાં પરત ફરશે. ભારતીય ફાસ્ટ બોલર નવેમ્બર 2023માં ODI વર્લ્ડ કપ ફાઇનલમાં તેની છેલ્લી મેચ રમ્યો હતો. વનડે વર્લ્ડ કપ બાદ શમીની હિલની સર્જરી કરાવવામાં આવી હતી.
શમી જ્યારે હિલની સર્જરીમાંથી સાજો નથી થઇ શક્યો ત્યારે તેને બીજી ઈજા પહોંચી છે. એક અહેવાલમાં શમીની ઈજાનો ખુલાસો કરતી વખતે કહેવામાં આવ્યું હતું કે ભારતીય ફાસ્ટ બોલરના ઘૂંટણમાં સોજો આવી ગયો છે.
અહેવાલમાં BCCIના એક સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે "શમીએ બોલિંગ શરૂ કરી દીધી હતી અને તે સ્પર્ધાત્મક ક્રિકેટમાં પાછા ફરવાના ટ્રેક પર હતો પરંતુ તાજેતરમાં તેના ઘૂંટણની ઈજા ફરીથી ઉભી થઈ હતી. BCCIની તબીબી ટીમ ઈજાની તપાસ કરી રહી છે , જેમાં થોડો સમય લાગી શકે છે."
અત્યાર સુધી આવી રહી છે શમીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી
શમી એક એવો બોલર છે જે ભારત માટે ત્રણેય ફોર્મેટ રમે છે. અત્યાર સુધી તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં તેણે 64 ટેસ્ટ, 101 વનડે અને 23 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. શમીએ ટેસ્ટની 122 ઇનિંગ્સમાં 27.71ની એવરેજથી 229 વિકેટ લીધી છે. આ સિવાય તેણે ODIની 100 ઇનિંગ્સમાં 23.68ની એવરેજથી 195 વિકેટ લીધી છે. T20 ઇન્ટરનેશનલની બાકીની 23 ઇનિંગ્સમાં તેણે 29.62ની એવરેજથી 24 વિકેટ લીધી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech