લોકસભા ચૂંટણી ૨૦૨૪ વચ્ચે રાજકીય વિશ્લેષક પ્રશાંત કિશોરનું મોટું નિવેદન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, એક ખાનગી મીડિયા સાથેની વાતચીતમાં પ્રશાંત કિશોર કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળમાં પેટ્રોલિયમ ઉત્પાદનોને જીએસટીના દાયરામાં લાવી શકાય છે. રાયોની નાણાકીય સ્વાયત્તતા પર અંકુશ લાવી શકાય છે. આ સાથે પ્રશાંત કિશોરે મોદી સરકારના ભ્રષ્ટ્રાચાર વિરોધી નિવેદનમાં માળખાકીય અને ઓપરેશનલ ફેરફારોની આગાહી કરી હતી.
રાજકીય વિશ્લેષક પ્રશાંત કિશોરે કહ્યું, મને લાગે છે કે મોદી ૩.૦ સરકાર ધમાકેદાર શઆત કરશે. કેન્દ્રમાં સત્તા અને સંસાધન બંનેનું વધુ એકાગ્રતા હશે. રાયોની નાણાકીય સ્વાયત્તતાને ઘટાડવાનો પ્રયાસ પણ થઈ શકે છે.રાજકીય વ્યૂહરચનાકાર કિશોરે જણાવ્યું હતું કે, રાયો પાસે હાલમાં આવકના ત્રણ મુખ્ય ક્રોત છે – પેટ્રોલિયમ, દા અને જમીન. તેમણે કહ્યું કે, જો પેટ્રોલિયમને જીએસટીના દાયરામાં લાવવામાં આવે તો મને આશ્ચર્ય થશે નહીં. જોકે તેઓ હજુ પણ વેટ, સેન્ટ્રલ સેલ્સ ટેકસ અને સેન્ટ્રલ એકસાઇઝ ડુટી માટે જવાબદાર છે. પેટ્રોલિયમ ઉત્પાદનોને જીએસટી હેઠળ લાવવાની ઉધોગની લાંબા સમયથી માંગ છે. દેશના રાયો આ માંગનો વિરોધ કરી રહ્યા છે કારણ કે તેનાથી રાયોને રેવન્યુનું મોટું નુકસાન થશે. ઉદાહરણ તરીકે જો પેટ્રોલને જીએસટીના દાયરામાં લાવવામાં આવે છે તો તેનાથી રાયોને કર નુકસાન થશે અને રાયોએ તેમનો હિસ્સો મેળવવા માટે કેન્દ્ર પર વધુ નિર્ભર રહેવું પડશે. હાલમાં જીએસટી હેઠળ સૌથી વધુ ટેકસ સ્લેબ ૨૮% છે. પેટ્રોલ અને ડીઝલ જેવા ઈંધણ પર ૧૦૦% થી વધુ ટેકસ લાગે છે.
પ્રશાંત કિશોરે એવી પણ આગાહી કરી હતી કે, કેન્દ્ર રાયોને સંસાધનોના વિતરણમાં વિલબં કરી શકે છે. ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ ના નિયમો વધુ કડક બનાવી શકાય છે. ૨૦૦૩માં ઘડવામાં આવેલ કાયદો રાયોની વાર્ષિક બજેટ ખાધ પર મર્યાદા લાદે છે. કેન્દ્ર સંસાધનોના સ્થાનાંતરણમાં વિલબં કરી શકે છે અને રાયોના બજેટ સિવાયના ઋણને કડક કરવામાં આવી શકે છે.
આ સાથે રાજકીય વિશ્લેષક પ્રશાંત કિશોરે એવી પણ આગાહી કરી હતી કે, ભૌગોલિક–રાજકીય મુદ્દાઓ સાથે કામ કરતી વખતે ભારતની ધ્ઢતા વધશે. તેમણે કહ્યું, વૈશ્વિક સ્તરે દેશો સાથે વ્યવહાર કરતી વખતે ભારતની ધ્ઢતા વધશે. ઘમંડની સરહદ પર આક્રમક ભારતીય મુત્સદ્દીગીરીની રાજદ્રારીઓ વચ્ચે વાત થઈ રહી છે
ભાજપને ૩૦૦ બેઠકો મળશે
રાજકીય વિશ્લેષક પ્રશાંત કિશોરે પણ આગાહી કરી છે કે, ત્રીજી ટર્મમાં ભાજપને કેટલી સીટો મળવાની આશા છે. ૩૦૩માંથી ૨૫૦ બેઠકો ઉત્તર અને પશ્ચિમ ક્ષેત્રમાંથી આવી હતી. પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે, ભાજપ પાસે પૂર્વ અને દક્ષિણમાં લોકસભામાં લગભગ ૫૦ બેઠકો છે તેથી એવું માનવામાં આવે છે કે પૂર્વ અને દક્ષિણમાં ભાજપની બેઠકોનો હિસ્સો વધી રહ્યો છે. અહીં ૧૫–૨૦ બેઠકો વધવાની અપેક્ષા છે, યારે ઉત્તર અને પશ્ચિમમાં કોઈ નોંધપાત્ર નુકસાન થયું નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMવિશ્ર્વ ખેડૂત દિવસ : જગતનો તાત હજી પણ કુદરતના ભરોસે
December 23, 2024 04:25 PMસતત બીજા દિવસે પણ ભાવનગરમાં ધાબડિયુ વાતાવરણ સર્જાતા ટાઢોડુ વ્યાપ્યુ
December 23, 2024 04:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech