૪૭,૦૦૦થી વધુ લોકો પર કરવામાં આવેલા નવા સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે, ૧૦ માંથી ૯ નાગરિકોએ વકફ કાયદામાં સુધારો કરવાના બિલને સમર્થન દર્શાવ્યું છે. ૧૨ સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવેલા સર્વેમાં જણાવાયું હતું કે, ઓછામાં ઓછા ૯૬ ટકા ઉત્તરદાતાઓ ઇચ્છે છે કે, વકફ બોર્ડ ફરજિયાતપણે વકફ મિલકતોની નોંધણી જિલ્લા કલેકટર્સ પાસે કરે અને મિલકતોના ઉપયોગ અંગે તેમનો અભિપ્રાય હોય.
લોકલ સર્કલ્સ દ્રારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણને ભારતના ૩૮૮ જિલ્લાઓમાં ફેલાયેલા નાગરિકો તરફથી ૪૭,૦૦૦થી વધુ પ્રતિસાદ મળ્યા છે. મોટાભાગના ઉત્તરદાતાઓ, ૩૪,૫૪૦ હિંદુ છે યારે ૭,૨૧૩ મુસ્લિમ છે. િસ્તીઓ દ્રારા ૧,૫૦૮ પ્રતિભાવો અને અન્ય ધર્મેા અથવા અજાણ્યા ધર્મેાના લોકો દ્રારા ૩,૦૮૭ પ્રતિભાવો આપવામાં આવ્યા છે. ટૂંકમાં, સર્વેક્ષણમાં સામેલ ૧૦ માંથી ૯ નાગરિકો સામાન્ય મુસ્લિમોની ભાગીદારી સાથે વકફ બોર્ડની વધુ પારદર્શક કામગીરી માટે વકફ કાયદામાં સુધારો કરવાના સરકારના પગલાના સમર્થનમાં છે. સર્વેમાં જણાવાયું છે કે, વાસ્તવમાં ૯૬ ટકા નાગરિકો ઇચ્છે છે કે વકફ એકટમાં સુધારો કરવામાં આવે જેથી વકફ બોર્ડે ફરજિયાતપણે જિલ્લા કલેકટરો પાસે વકફ મિલકતોની નોંધણી કરાવી જોઈએ અને તેઓ ઇચ્છે છે કે વકફ મિલકતોના ઉપયોગમાં તેમની પણ ભૂમિકા હોય.
આ ઉપરાંત સર્વેમાં સામેલ ૯૩ ટકા નાગરિકો ઇચ્છે છે કે, વકફ એકટમાં સુધારો કરવામાં આવે જેથી મિલકતના વિવાદોના નિરાકરણની પ્રક્રિયા વકફ ટિ્રબ્યુનલને બદલે ડિસ્ટ્રીકટ કોર્ટ, હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્રારા થાય, એમ તારણો જણાવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારનું વકફ (સુધારા) બિલ ૨૦૨૪, જેને કેન્દ્રીય મંત્રી કિરન રિજિજુ દ્રારા ૮ ઓગસ્ટના રોજ સંસદના છેલ્લા સત્રમાં રજૂ કરવામાં આવ્યું હતું, તેને વિરોધ પક્ષોના વાંધાઓનો સામનો કરવો પડો હતો, જેના કારણે સરકારે તેને પાછું ખેંચ્યું હતું વ્યાપક તપાસ માટે સંયુકત સંસદીય સમિતિને મોકલવામાં આવ્યું છે.
ભાજપના લોકસભા સાંસદ જગદંબિકા પાલની અધ્યક્ષતામાં સમિતિની બે બેઠકો થઈ ચૂકી છે. બંને બેઠકોમાં વિપક્ષી સાંસદો અને ભાજપના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
૪૦થી વધુ સુધારાઓ સાથે, નવા બિલમાં હાલના વકફ એકટ, ૧૯૯૫ – વકફ બોર્ડનું સંચાલન કરતો કાયદો –ની કેટલીક કલમોને રદ કરવાનો પ્રસ્તાવ છે.
અન્ય પરિવર્તન ઉપરાંત બિલ વર્તમાન કાયદામાં દૂરગામી ફેરફારોની હિમાયત કરે છે, જેમાં કેન્દ્રીય અને રાય વકફ સંસ્થાઓમાં મુસ્લિમ મહિલાઓ અને બિન–મુસ્લિમોનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવાનો સમાવેશ થાય છે.
તેના ઉદેશ્યો અને કારણોના નિવેદન અનુસાર, વકફ (સુધારા) બિલ ૨૦૨૪ બોર્ડની સત્તાઓ સાથે સંબંધિત વર્તમાન કાયદાની કલમ ૪૦ દૂર કરવાનો પ્રયાસ કરે છે, જેમાં મિલકત વકફ છે કે સરકારી જમીન છે તે નક્કી કરવાની સત્તા છે. આ બિલ જિલ્લા કલેકટરને મિલકત વકફ છે કે સરકારી જમીન છે તે અંગેના વિવાદોને ઉકેલવાની સત્તા આપે છે.
સૂચિત કાયદો હાલના વકફ એકટ, ૧૯૯૫માં નવી કલમો ૩એ, ૩બી અને ૩સી દાખલ કરે છે, જે વકફની રચના માટે શરતો સૂચવે છે. પ્રસ્તાવિત અધિનિયમની કલમ ૩એ મુજબ, કોઈપણ વ્યકિત વકફ બનાવી શકતો નથી સિવાય કે તે મિલકતનો કાયદેસર માલિક ન હોય અને આવી મિલકતને ટ્રાન્સફર કરવા અથવા તેને સમર્પિત કરવામાં સક્ષમ ન હોય. આ બિલમાં બોહરા અને અગાખાની સમુદાયો માટે અલગ બોર્ડનો પણ પ્રસ્તાવ છે. મુસ્લિમોમાં શિયાઓ અને પછાત વર્ગેાના પ્રતિનિધિત્વની પણ જોગવાઈ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAIની મદદથી ૪૮ કલાકમાં જ કેન્સરની તપાસથી લઈને વેકિસન પણ તૈયાર થશે
January 22, 2025 03:28 PMટ્રમ્પ એઆઇ પર કરશે ૫૦૦ ડોલરનું રોકાણ,એક લાખથી વધુને નોકરીની તક
January 22, 2025 03:24 PM૯૭મા ઓસ્કાર નોમિનેશનની કાલે જાહેરાત્ત
January 22, 2025 03:21 PMલિસ્ટિંગ પહેલાં IPO શેરમાં ટ્રેડિંગની મંજૂરી આપવા વિચારણા
January 22, 2025 03:19 PMCM યોગી અને તમામ મંત્રીઓએ કુંભમાં ડૂબકી લગાવી, ગંગા પૂજા કરી; કેબિનેટમાં લેવાયા મોટા નિર્ણયો
January 22, 2025 03:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech