અદાણી ગ્રુપના ચેરમેન અને ઉધોગપતિ ગૌતમ અદાણી પર ન્યૂયોર્કની કોર્ટમાં લાંચ અને છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ સાથે અદાણી વિદ્ધ ધરપકડ વોરટં પણ જારી કરવામાં આવ્યું છે. હવે આ સમગ્ર મામલે કોંગ્રેસે પીએમ મોદીને ઘેર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર પોસ્ટ કરતા કોંગ્રેસે લખ્યું કે એવો આરોપ છે કે અદાણીએ અમેરિકામાં કોન્ટ્રાકટ મેળવવા માટે ૨૨૦૦ કરોડ પિયાની લાંચ આપી છે.
કોંગ્રેસે લખ્યું કે યારે આ મામલાની તપાસ શ થઈ ત્યારે તપાસને રોકવા માટે ષડયત્રં પણ ઘડવામાં આવ્યું હતું. હવે અમેરિકામાં અદાણી વિદ્ધ ધરપકડ વોરટં જારી કરવામાં આવ્યું છે. પાર્ટી કહે છે કે વિચિત્ર વાત એ છે કે કોંગ્રેસ સતત અદાણી અને તેની સાથે જોડાયેલા કૌભાંડોની તપાસ કરવાની વાત કરી રહી છે પરંતુ નરેન્દ્ર મોદી પોતાની તમામ શકિતથી અદાણીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસે આગળ લખ્યું કે કારણ સ્પષ્ટ્ર છે – જો અદાણીની તપાસ થશે તો દરેક કડી નરેન્દ્ર મોદી સાથે જોડાયેલ હશે.અમેરિકાની ન્યૂયોર્ક કોર્ટમાં ગૌતમ અદાણી સહિત સાત લોકો પર ૨૬૫ મિલિયન ડોલર (લગભગ ૨૨૫૦ કરોડ પિયા)ની લાંચ અને છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે. ગૌતમ અદાણી સહિત આ સાત લોકો પર આગામી ૨૦ વર્ષમાં ૨ બિલિયન ડોલરના સોલાર પાવર પ્લાન્ટનો પ્રોજેકટ મેળવવા માટે અધિકારીઓને ૨૬૫ મિલિયન ડોલરથી વધુની લાંચ આપવાનો આરોપ છે.
ન્યૂયોર્કના પ્રોસિકયુટર્સે આક્ષેપ કર્યેા હતો કે ગૌતમ અદાણી અને અન્ય લોકો અમેરિકન રોકાણકારો પાસેથી નાણાં એકત્ર કરવાનો પ્રયાસ કરતી વખતે ખોટું બોલ્યા હતા. ગ્રીન એનજીર્ના એકિઝકયુટિવ ડિરેકટર સાગર અદાણી અને ભૂતપૂર્વ એમડી–સીઈઓ પર અમેરિકન કાયદાનો ભગં કરવાનો આરોપ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAI અને કર્મયોગીઓના સહયોગથી ગુજરાતને નવી ઊંચાઈઓ પર લઈ જશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
November 23, 2024 08:44 PMઅમેરીકી SEC દ્વારા ગૌતમ અને સાગર અદાણીને સમન્સ, 21 દિવસમાં જવાબ માંગ્યો
November 23, 2024 08:33 PMAmerica: ટ્રમ્પે પામ બોન્ડીને બનાવ્યા અટાર્ની જનરલ, વિવાદ બાદ મૈટ ગેટ્સે પાછું ખેંચ્યું હતુ નામ
November 23, 2024 07:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech