મોદી ઇટલી પહોંચ્યા, વિશ્વશાંતિ, એઆઈના ઉપયોગ અંગે ચર્ચા થશે

  • June 14, 2024 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી ૭ સમિટમાં ભાગ લેવા માટે ઇટલીના અપુલિયા પહોંચ્યા છે. ભારતને આઉટરીચ કન્ટ્રી તરીકે અહીં આમંત્રણ આપવામાં આવ્યું છે. ભારતના રાજદૂત વાણી રાવ અને અન્ય અધિકારીઓએ અપુલિયાના બ્રિન્ડિસી એરપોર્ટ પર મોદીનું ઇટલીમાં સ્વાગત કયુ. વડા પ્રધાન મોદીએ ટિટ કયુ કે તેઓ વિશ્વના નેતાઓ સાથે અર્થપૂર્ણ ચર્ચામાં ભાગ લેવા આતુર છે. અમાં ધ્યેય વૈશ્વિક પડકારોને હલ કરવાનું અને ઉવળ ભવિષ્ય માટે આંતરરાષ્ટ્ર્રીય સહયોગને પ્રોત્સાહન આપવાનું છે.
સતત ત્રીજા કાર્યકાળમાં પીએમ મોદીનો આ પ્રથમ વિદેશ પ્રવાસ છે. તેમની આ વિદેશ યાત્રાની કાર્યસૂચિમાં જી ૭ સમિટના આઉટરીચ સત્રમાં ભાગીદારી અને સ્થળ પર જ વૈશ્વિક નેતાઓ સાથે મહત્ત્વપૂર્ણ વાતચીતનો સમાવેશ થાય છે.વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું વડાપ્રધાન મોદી ઇટલીના વડાપ્રધાન યોર્જિયા 

મેલોનીના ખાસ આમંત્રણ પર સમિટમાં ભાગ લઈ રહ્યા છે. અમે ભારત–ઇટલી વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા અને ઈન્ડો–પેસિફિક અને ભૂમધ્ય પ્રદેશોમાં સહયોગ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ. જી૭ સમિટમાં ભારતની આ ૧૧મી અને પીએમ મોદીની સતત પાંચમી ભાગીદારી હશે. પીએમ મોદી તેમના ઇટાલિયન સમકક્ષ સાથે દ્રિપક્ષીય બેઠક પણ કરે તેવી શકયતા છે."


વિશ્ર્વના નેતાઓ સાથે દ્રિપક્ષીય બેઠકો

મોદી શુક્રવારે જી૭ સમિટમાં વિશ્વના શકિતશાળી નેતાઓ સાથે મુલાકાત કરશે અને દ્રિપક્ષીય વાતચીત કરશે. સૌથી પહેલા વડાપ્રધાન મોદી ફ્રાન્સના રાષ્ટ્ર્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને મળશે. જે બાદ તેઓ બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક સાથે મુલાકાત કરવાના છે. ત્યારબાદ જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝને મળશે. મોદી ઇટલીના પીએમ યોર્જિયા મેલોની સાથે અલગ–અલગ દ્રિપક્ષીય વાતચીત કરશે. જે બાદ મોદી જાપાનના વડાપ્રધાનને મળશે. જો કે પીએમ મોદી અમેરિકી રાષ્ટ્ર્રપતિ જો બાઇડનને મળશે કે નહીં તે ફાઈનલ નથી. અંતે, ઇટાલિયન પીએમના આમંત્રણ પર મહેમાન રાષ્ટ્ર્રોના વડાઓ સાથે રાત્રિભોજનનો કાર્યક્રમ છે. આ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે.
"

ભારત અને ઇટલી વચ્ચે મિત્રતા વધુ ગાઢ બની
છેલ્લા કેટલાક વર્ષેામાં બંને દેશો વચ્ચેની મિત્રતા વધુ ગાઢ બની છે. આ મિત્રતા વૈશ્વિક ચર્ચાનો વિષય પણ છે. ગયા વર્ષે ભારત અને ઇટલીએ રાજદ્રારી સંબંધોના ૭૫ વર્ષની ઉજવણી કરી હતી. ભારત અને ઇટલી યુરોપિયન યુનિયનમાં ટ્રેડિંગ પાર્ટનર છે ભારત અને ઇટલી વચ્ચે લગભગ ૧ લાખ ૨૫ હજાર કરોડ પિયાનો વેપાર છે. ઇટલીમાં લગભગ ૨ લાખ ભારતીયો રહે છે. બંને દેશો ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ અને ઇન્ડો–પેસિફિકમાં ભાગીદાર છે. ભારત–મિડલ ઇસ્ટ–યુરોપ ઇકોનોમિક કોરિડોરમાં ઇટલી પણ સામેલ છે. ભારતમાં ૭૦૦ થી વધુ ઇટાલિયન કંપનીઓ કામ કરી રહી છે. ૧૪૦થી વધુ ભારતીય કંપનીઓએ ઇટલીને પોતાનું ઘર બનાવ્યું છે. ઇટલીએ નાણાકીય વર્ષ ૨૦૨૩–૨૪માં ભારતમાં લગભગ ૨૮,૭૦૦ કરોડ પિયાનું વિદેશી રોકાણ કયુ છે.

ભારત આ પહેલા પણ બન્યો છે વિશેષ અતિથિ દેશ
આ પહેલીવાર નથી કે યારે આ સંસ્થાએ ભારતને મહેમાન તરીકે આમંત્રણ આપ્યું હોય. અત્યાર સુધીમાં ભારતને જી૭ કોન્ફરન્સમાં કુલ ૧૧ વખત વિશેષ અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. છેલ્લા ૫ વર્ષથી ભારતને સતત આમંત્રણ આપવામાં આવે છે. યારે ભારત આ સંગઠનનું કાયમી સભ્ય નથી. પરંતુ ભારતના વધતા જતા રાજદ્રારી કદના કારણે વિશ્વના સૌથી ધનિક દેશો આપણને વારંવાર આમંત્રણ આપે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News