રામનાથ મહાદેવના દર્શને ગયેલા મેડિકલ ઓફિસરનો રૂ.૬૦ હજારનો મોબાઇલ ચોરાયો

  • August 29, 2023 03:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના ભાવનગર રોડ પર આરએમસી ઓફિસ પાસે સિલ્વર નેસ્ટ સોસાયટીમાં રહેતા અને જામનગર ખાતે જી.જી.હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવનાર રામનાથ મહાદેવ મંદિર દર્શન કરવા ગયા હતા ત્યારે તેમના શર્ટના ખિસ્સામાંથી કોઈ શખસે ભીડનો લાભ લઇ .૬૦,૦૦૦ ની કિંમત નો આઇ ચોરી લીધો હતો. જે અંગે થોરળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ, સિલ્વર નેસ્ટ સોસાયટી શેરી નંબર ૧ માં રહેતા કમલેશભાઈ વ્રજલાલભાઈ વિઠ્ઠલપરા (ઉ.વ ૪૭) દ્રારા થોરાળા પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ જામનગરમાં જી.જી.હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. ગત તારીખ ૨૩ ૮ ના રોજ ૧૨:૩૦ વાગ્યા આસપાસ તેઓ આજી નદીના પટમાં આવેલા રામનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા ગયા હતા ત્યારે તેમની સાથે તેમને તાજેતરમાં જ ખરીદેલો પિયા ૬૦,૦૦૦ ની કિંમતનો આઇફોન હતો અહીં દર્શન માટે લાઈન લાગી હોય આ દરમિયાન તેમને કોઈનો ફોન આવતા તેમણે ફોનમાં વાત કર્યા બાદ આ મોબાઈલ શર્ટ ના ઉપલા કિસ્સામાં રાખ્યો હતો. દરમ્યાન આ ભીડમાં કોઈ શખસ તેમના ઉપલા ખિસ્સામાંથી પિયા ૬૦,૦૦૦ ની કિંમતનો આ મોબાઈલ ફેરવી લીધો હતો. જે અંગેની જાણ થયા બાદ તેમણે આ મામલે થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application