મિર્ઝાપુર 3: ખુરશી માટે ખેલાશે લોહિયાળ ખેલ

  • June 21, 2024 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મોસ્ટ અવેટેડ વેબ સિરીઝનું ટ્રેલર રિલીઝ, ફેન્સમાં જબરો રોમાંચ

વર્ષ 2024ની મોસ્ટ અવેટેડ વેબ સિરીઝ 'મિર્ઝાપુર-3'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર મિર્ઝાપુરમાં ખેલાઈ રહેલા જંગની એક નાની ઝલક દર્શાવેછે. ખુરશી માટે રચાતા આ ખેલનું દ્રશ્ય જોયા બાદ લોકો સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. લોકો જણાવી રહ્યા છે કે મુન્ના ભૈયાનામોત બાદ તેમને અખંડાનંદ ત્રિપાઠી અને ગુડ્ડુ પંડિત વચ્ચેની લડાઈ કેવી લાગી.ફેન્સ હવે આ સિરીઝની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
ગુડ્ડુ પંડિત અને કાલિન ભૈયા ખુરશી મેળવવા માટે દરેક શક્ય પ્રયાસ કરે છે. મુન્ના ભૈયાના મૃત્યુ પછી કાલિન ભૈયાને લોકોની સહાનુભૂતિ મળે છે,જ્યારે ગુડ્ડુ ભૈયા બંદૂકની મદદથી પૂર્વાંચલમાં અરાજકતા સર્જે છે, પરંતુ મજા ત્યારે આવે છે જ્યારે નવા પાત્રોની એન્ટ્રી થાય છે.
ટ્રેલર જોયા બાદ એક યુઝરે લખ્યું, 'માત્ર મિર્ઝાપુરમાં જ નહીં, ટ્રેલરે આખા દેશમાં હલચલ મચાવી દીધી છે.' અન્ય યુઝરે લખ્યું, 'હવે થશે તાંડવ.'ત્રીજા યુઝરે લખ્યું, 'રૂંવાડા ઉભા થઈ ગયા.' ચોથા યુઝરે લખ્યું, 'મુન્ના ભૈયાની યાદ આવી રહી છે.' પાંચમા યુઝરે લખ્યું, 'એવું લાગે છે કે વિજયવર્માની એન્ટ્રીથી કાલિન ભૈયા અને ગુડ્ડુ પંડિતની દુનિયા હચમચી જશે.'

ત્રીજી સીઝનમાં જોવા મળશે આ કલાકારો
'મિર્ઝાપુર'ની ત્રીજી સીઝન 5 જુલાઈના રોજ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. આ સિઝનમાં પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, શ્વેતા ત્રિપાઠી શર્મા,રસિકા દુગલ, વિજય વર્મા, ઈશા તલવાર, અંજુમ શર્મા, પ્રિયાંશુ પૈન્યુલી, હર્ષિતા શેખર ગૌર, રાજેશ તૈલંગ, શીબા ચઢ્ઢા, મેઘના મલિક અને મનુ ઋષિ ચઢ્ઢા જેવા કલાકારો જોવા મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application