રાજકોટ જિલ્લામાં 24 જુલાઈ સુધી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી

  • July 20, 2023 11:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત સરકારના પૃથ્વી-વિજ્ઞાન મંત્રાલય અંતર્ગત ભારત મૌસમ વિજ્ઞાન વિભાગના મૌસમ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓ માટે તા. 24 જુલાઈ સુધીના હવામાનની આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે રાજકોટ જિલ્લામાં તા. ૨૧, ૨૩ અને ૨૪ જુલાઈના રોજ મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. તેમજ તા. ૨૨ જુલાઈના રોજ છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.   



રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કેટલાક જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં આપણે વાત કરીએ તો ગીરસોમનાથના સૂત્રાપાડા, તાલાલા, જૂનાગઢના માંગરોળ સહિતની પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો જેના કારણે હાઈવે પર પણ પાણી ફરી વળ્યા હતા. જ્યારે એસટી વિભાગ દ્વારા કેટલીક બસો પણ રદ્દ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application