મીડિયા અને મનોરંજન ક્ષેત્રનું સૌથી મોટું મર્જર પૂર્ણ થયું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, વાયકોમ ૧૮ અને સ્ટાર ઇન્ડિયાએ મળીને દેશની સૌથી મોટી મીડિયા અને મનોરંજન કંપની બનાવી છે. આ સંયુકત સાહસનું કુલ મૂલ્ય . ૭૦,૦૦૦ કરોડથી વધુ છે. એવું માનવામાં આવે છે કે આ સંયુકત સાહસથી વાર્ષિક ૨૬,૦૦૦ કરોડ પિયાની આવક થશે. બંને દ્રારા આપવામાં આવેલા સંયુકત નિવેદન અનુસાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેની વૃદ્ધિ માટે આ સંયુકત સાહસમાં ૧૧,૫૦૦ કરોડ પિયા (૧.૪ અરબ ડોલર)નું રોકાણ કયુ છે. તેના ચેરપર્સન નીતા અંબાણી હશે.
વાયકોમ ૧૮ મીડિયા અને ધ વોલ્ટ ડિઝની કંપનીએ પહેલાથી જ કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ), નેશનલ કંપની લો ટિ્રબ્યુનલ (એનસીએલટી) જેવા સત્તાવાળાઓ પાસેથી વાયકોમ ૧૮ મીડિયા અને જિઓ સિનેમા બિઝનેસના સ્ટાર ઈન્ડિયા સાથે વિલીનીકરણ માટે જરી મંજૂરીઓ મેળવી લીધી છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પાસે સૌથી વધુ હિસ્સો હશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૪૬.૮૨ ટકા, ડિઝની ૩૬.૮૪ ટકા અને વાયકોમ ૧૮ ૧૬.૩૪ ટકા હિસ્સો ધરાવે છે. આ નવી કંપની પર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીનું નિયંત્રણ રહેશે. નીતા અંબાણી આ સંયુકત સાહસના અધ્યક્ષ હશે, યારે ઉદય શંકર ઉપાધ્યક્ષ હશે જે સંયુકત સાહસને વ્યૂહાત્મક માર્ગદર્શન આપશે. સંયુકત સાહસ ૧૦૦ થી વધુ ટીવી ચેનલો ધરાવે છે અને વાર્ષિક ૩૦,૦૦૦ કલાકથી વધુ ટીવી મનોરંજન સામગ્રીનું ઉત્પાદન કરે છે. જિઓ સિનેમા અને હોટસ્ટાર ડિજિટલ પ્લેટફોર્મનો કુલ ગ્રાહક આધાર પાંચ કરોડથી વધુ છે. સંયુકત સાહસ ક્રિકેટ, ફટબોલ અને અન્ય રમતોમાં રમતગમતના અધિકારોનો પોર્ટફોલિયો ધરાવે છે. એક અલગ સોદામાં રિલાયન્સે અમેરિકન વૈશ્વિક મનોરંજન જૂથ પેરામાઉન્ટ ગ્લોબલનો વાયકોમ ૧૮માં ૧૩.૦૧ ટકા હિસ્સો ૪,૨૮૬ કરોડ પિયામાં ખરીધો છે.
આ સંયુકત સાહસનું નેતૃત્વ ત્રણ સીઈઓ – કેવિન વાઝ, કિરણ મણિ અને સંજોગ ગુા કરશે. ત્રણેય સીઈઓ મળીને કંપનીનું નેતૃત્વ કરશે. કેવિન વાઝ તમામ પ્લેટફોર્મ પર મનોરંજન સંસ્થાનું નેતૃત્વ કરશે, યારે કિરણ મણિ સંયુકત ડિજિટલ સંસ્થાનો હવાલો સંભાળશે.
સંજોગ ગુા સંયુકત સ્પોટર્સ બિઝનેસનું નેતૃત્વ કરશે, જેની પાસે આઈપીએલ, આઈસીસી અને બીસીસીઆઈ દ્રારા આયોજિત તમામ મેચોના પ્રસારણ અધિકારો છે. આ ઉપરાંત તેની પાસે ફટબોલ અને અન્ય રમતો માટે પ્રસારણ અધિકારોનો મોટો પોર્ટફોલિયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયાની દ્વારકાધીશ હવેલીમાં મંગળવારે જલેબી ઉત્સવની થશે ઉજવણી
December 23, 2024 11:58 AMજામનગરમાં યુનિયન સહકારી મંડળીની ચૂંટણી યોજાઈ
December 23, 2024 11:54 AM૨૦૨૫માં આઈપીઓ દ્રારા ૭૫ કંપનીઓ ૨.૫૦ લાખ કરોડ રૂપિયા એકત્ર કરશે
December 23, 2024 11:52 AMખંભાળિયા નજીકના ટોલ પ્લાઝામાં નુકસાની કરવા સબબ ટ્રક ચાલક સામે ગુનો
December 23, 2024 11:51 AMસંભલમાં મંદિરના અસ્તિત્વના પુરાવાઓ મળ્યા, હવે લઈને જ રહીશું: રામભદ્રાચાર્ય
December 23, 2024 11:50 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech