સોરઠમાં મેઘરાજાની ધૂંઆધાર બેટિંગ: સવાબેથી ૧૧॥ ઈંચ વરસાદ

  • June 30, 2023 12:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં જ મેઘરાજાએ તોફાની બેટિંગ કર્યું હોય તેમ સર્વત્ર જળમગ્ન થઈ ગયું છે . ગિરનાર જંગલ પર તો જાણે કે મેઘ રાજાએ મહેર કરી હોય અને વાદળ ફાટ્યું હોય તેવા ધોધમાર વરસાદના દ્રશ્યો જોવા મળ્યા હતા જૂનાગઢમાં ૧૧ ઇંચ વરસાદ થી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તો ગિરનાર અને દાતાર જંગલ વિસ્તારમાં પડેલા ધોધમાર  ૧૮ થી વધુ ઇંચ વરસાદથી દામોદર કુંડ અને સોનરખ તથા કાળવા નદી બે કાંઠે થઈ હતી શહેરને પીવાનું પાણી પૂરું પાડતો વિલિંગડન ડેમ પ્રથમ વરસાદે જ ઓવરફ્લો થયો છે .તો હસનાપુર ડેમ પણ ૭૦ ટકા ભરાયો છે જિલ્લામાં  ૧૧ થી લઈ બે ઇંચ સુધીના વરસાદને પગલે  ડેમોમાં નવા નિર આવ્યા છે તો  વંથલીના ઓજત વીયર,  ખોરાસા ગામ પાસે આવેલ સાબલી ના બે દરવાજા ખોલ્યા છે તો ડેમમાં પાણીની સપાટી વધતા  નીચાણ વાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે. વેપારીઓએ વ્યાપાર ધંધા વહેલા બંધ કર્યા શહેરમાં કુદરતી કર્ફ્યુ જેવું વાતાવરણ સર્જાયું. આજે સવારે જિલ્લામાં માળીયાહાટીના માં એક અને માંગરોળમાં અડધો ઇંચ વરસાદ પડી જવા પામ્યો હતો.


જયારે આણંદપુર ડેમ સતત ઓવરફ્લો થઈ રહ્યો છે.  સૌથી મોટો ગણાતો હસનાપુર ડેમ પણ  ૭૦ ટકા ભરાઈ ગયો હતો .ગિરનાર અને દાતાર પર્વતની સીડીઓ પર પાણીની નદીઓ વહી હતી. જોષીપરા અંડર બ્રિજ અને ઝાંઝરડા ગરનાળામાં પાણી ભરાઈ જતા માર્ગ બંધ કરવા પડ્યા હતા અનેક વાહન ચાલકો ફસાયા હતા. કાળવા નદી પાસે આવેલ સોસાયટી અને સાબલપુર પાસે સોસાયટીઓમાં પાણી ઘુસી જતા રહેવાસીઓને મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો સોસાયટીઓમાં જાણે કે પાણીની નદીઓ વહી હોય તેમ દ્રશ્યો સર્જાયા હતા. જૂનાગઢના તળાવ દરવાજા વિસ્તારમાં તો ડિવાઇડર થી ઉપર વેપારીઓના દુકાન માં પાણી ઘૂસી ગયા હતા. શહેરમાં બપોર થી  મધરાત સુધી અવિરત વરસાદ પડતાં રાત્રે વ્યાપારીઓ વ્યાપાર ધંધા બંધ કરી વહેલા ચાલી ગયા હતા તો માર્ગો પર જાણે કે કુદરતી કર્ફ્યુ હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. 
​​​​​​​
જુનાગઢ જિલ્લામાં આજે સવારે પણ વરસાદી વાતાવરણ વચ્ચે માળિયા હાટીનામાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો તો મેંદરડામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે આ લખાઈ રહ્યું છે ત્યારે પણ શહેરમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજા અનરાધાર વરસતા હોય તેવું વાતાવરણ સર્જાયું છે. 
ગઈકાલે બપોરે  ૪  વાગ્યાથી શરૂ થયેલ વરસાદ મધરાત સુધી વરસ્યો હતો.  જિલ્લામાં  વરસાદમાં  સૌથી વધુ જુનાગઢ શહેરમાં ૧૧ ઇંચ, મેંદરડા માં ૬.૫ ઇંચ , વંથલીમાં  ૫ ઇંચ ભેસાણ અને વિસાવદરમાં ૬ ઇંચ, માળીયાહાટીના માં ૪ અને આજે સવારે વધુ એક ઇંચ મળી કુલ પાંચ ઇંચ, કેશોદમાં ૩, માંગરોળમાં અઢી અને માણાવદરમાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો. ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ઘોડાપૂર આવ્યા હતા તો પ્રથમ વરસાદે જ ગ્રામ્ય પંથકમાં અવિરત વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ હતી. અવિરત વરસાદથી ડેમોમાં નવા નિર્માણ આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application