સમિતિએ લગ્ન, છુટાછેડા, ભરણ પોષણ અને લિવ ઈન રીલેશનશિપ વિશે નગરજનો, પ્રબુદ્ધ નાગરિકો, વિવિધ ક્ષેત્ર તથા ધર્મના અગ્રણીઓ પાસેથી અભિપ્રાયો માંગ્યા
માર્ચ, ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા નિવૃત્ત ન્યાયમૂર્તિ શ્રી રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં સમાન સિવિલ કોડ સમિતિની રચના કરવામાં આવી છે, જેના સભ્ય શ્રી દક્ષેશ ઠાકર (પૂર્વ વાઇસ ચાન્સેલર) તથા સામાજિક કાર્યકર સુશ્રી ગીતાબેન શ્રોફે કલેકટર કચેરી, જામનગર ખાતે બેઠક યોજી યુનિફોર્મ સિવિલ કોડ અંગેનું તલસ્પર્શી મૂલ્યાંકન કર્યું હતું.
બેઠકમાં સમિતિએ સામાજિક તેમજ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓ, પદાધિકારીઓ તથા અધિકારીશ્રીઓ, શહેરના પ્રબુદ્ધ નાગરિકો, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ વગેરે પાસેથી લગ્ન, છુટાછેડા, ભરણ પોષણ અને લિવ ઈન રીલેશનશિપ વિશે અભિપ્રાયો માંગ્યા હતા.જે વિશે બેઠકમાં ઉપસ્થિત નગરજનોએ પોત-પોતાના મંતવ્યો અને વિચારો સમિતિ સમક્ષ રજૂ કર્યા હતા.
આ સમિતિ દ્વારા ગુજરાતના રહેવાસીઓના વ્યક્તિગત દીવાની બાબતોનું નિયમન કરતા પ્રવર્તમાન કાયદાઓની સમીક્ષા કરવામાં આવશે. તેમજ લગ્ન, છુટાછેડા, ભરણપોષણ અને લિવ-ઇન રીલેશનશિપ જેવા વિષયોને સમાવેશ કરવા બાબતે વિચારણા કરવામાં આવશે. ધર્મ આધારિત કૌટુંબિક કાયદાઓ અંગે ભેદભાવપૂર્ણ વ્યવહાર દૂર કરવા તેમજ છૂટાછેડા, લગ્ન, ભરણપોષણ, અને મિલકત અધિકારો બાબતે તમામ સમુદાયોમાં એક સમાન કાયદો કરવા અંગે પણ વિચારણા કરવામાં આવશે.
સાથે જ, આ મહત્વપૂર્ણ વિષય પર અસરકર્તા સંબંધિત મુદ્દાઓનું મૂલ્યાંકન કરવા માટે સમિતિએ ગુજરાતના રહેવાસીઓ અને સરકારી એજન્સીઓ, બિન-સરકારી સંસ્થાઓ, સામાજિક જૂથો અને સમુદાયો, ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય પક્ષો વગેરેને ૧૫ એપ્રિલ-૨૦૨૫ સુધીમાં વેબપોર્ટલ (https://uccgujarat.in) કે સિવિલ કોડ સમિતિ, ઑફિસ, કર્મયોગી ભવન, બ્લોક નં.૧, વિભાગ-એ, છઠ્ઠો માળ, સેક્ટર ૧૦ એ, ગાંધીનગર, ગુજરાત - ૩૮૨૦૧૦ ખાતે પોતાના મંતવ્યો, સૂચનો અને રજૂઆતો મોકલવા પણ અપીલ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી કેતન ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી નિલેશ કગથરા, અધિક કલેકટર શ્રી બી.એન.ખેર, પૂર્વ મંત્રી શ્રીમતી વસુબેન ત્રિવેદી, પ્રાંત અધિકારી શ્રી ગ્રામ્ય તથા શહેર તેમજ વિવિધ ધાર્મિક તેમજ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા વિવિધ એસોસિએશનના પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીન ઠાકરએ સાઉથ કોરિયાનો પ્રવાસ ઠુકરાવ્યો; મેયર ઉડાન ભરશે
March 29, 2025 02:45 PMકાલથી રેસકોર્ષમાં ગુંજશે રાધે રાધેનો નાદ: પૂ.જીગ્નેશદાદાની કથાનો પ્રારંભ
March 29, 2025 02:39 PMચેક રિટર્નના જુદા જુદા ચાર કેસમાં કૃષિ દવા વેપારીને એક-એક વર્ષની જેલસજા
March 29, 2025 02:34 PMસર્વેશ્વર ચોકના વોંકળાનું કામ ચોમાસા પહેલા પૂર્ણ કરવા માટે શોર્ટ ટર્મ રિટેન્ડર કરવા નિર્ણય
March 29, 2025 02:33 PMરાજકોટ મનપા ૪૫ મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ સ્થાપશે
March 29, 2025 02:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech