હિરાસરમાં હાલાકી: ૧૦ દિવસમાં ૪૭ ફલાઈટ કેન્સલ

  • December 30, 2023 04:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ
રાજકોટથી ૩૦ કિલોમીટર દૂર આંતરરાષ્ટ્ર્રીય એરપોર્ટનું નિર્માણ તો કરાયું છે પણ કામગીરી શ કર્યાના ચાર મહિના થઇ ગયા હોવા છતાં મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લાયર્સના ૩૦ કિમી દૂર એરપોર્ટ સુધી પહોંચવાથી લઈને કેટલાક મહત્વપૂર્ણ શહેરોમાં જે–તે લાઈટસની અનિયમિતાના કારણે મુસાફરોની મુશ્કેલીમાં વધારો થયો છે. ચાર દિવસ પહેલા જારી કરાયેલા આંકડાઓ મુજબ ૧૦ દિવસમાં ૯૭ લાઇટની રાજકોટમાં આવન–જાવન થઇ છે, જયારે ૪૭ જેટલી લાઇટ અલગ અલગ કારણોસર રદ થઇ છે. તરફ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જાહેર કરેલા આંકડા મુજબ ગત માસમાં રાજકોટ એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં ૪%નો વધારો થયો છે. જો કે લોકોની મોટી સમસ્યા એ છે કે એરપોર્ટ સુધી પહોચવું સરળ નથી, માત્ર ત્યાં સુધી પહોચવા માટે પિક–અપ ડ્રોપ કે કેબ ડ્રાઈવર્સ ૨,૦૦૦ પિયાથી વધુ વસુલે છે.
૨,૦૦૦ પિયા કે તેથી વધુ ખર્ચ કર્યા પછી પણ મુસાફરોને ત્યાં પહોંચવા માટે રાજકોટ–અમદાવાદ હાઈવેનો સહારો લેવો પડે છે પરંતુ કુવાડવા પાસેનો રસ્તો દયનીય હાલતમાં છે. હાઇવેને સિકસ લેન બનાવવાનું કામ પાંચ વર્ષથી ચાલી રહ્યું છે અને સ્થાનિકો મુજબ ડાયવર્ઝનના કારણે માત્ર સમય નથી વેડફાતો પરંતુ વાહનોને પણ નુકસાન થઇ રહ્યું છે. એરલાઇન્સ મોટા એરક્રાટ ઓપરેટ કરી શકે તે માટે નવા એરપોર્ટ પર જે હવાઈ ભાડામાં ઘટાડો થવાની ધારણા હતી, તે સાવ વિપરીત રીતે આકાશને આંબી રહ્યા છે.

ઉદાહરણ તરીકે, રાજકોટ–મુંબઈ વચ્ચેનું વન–વે ભાડું આશરે . ૪,૨૦૦ થી . ૫,૦૦૦ છે યારે અમદાવાદ–મુંબઈનું હવાઈ ભાડું . ૨,૫૦૦ થી . ૩,૦૦૦ ની વચ્ચે છે, તેમ છતાં તે ગતિશીલ છે અને માંગ પર આધાર રાખે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એરલાઈન્સને પર્યા સંખ્યામાં મુસાફરો નથી મળી રહ્યા અને આ સમસ્યાઓને કારણે તેમણે શિયાળાના ટાઈમ ટેબલમાં લાઈટસની ફ્રિકવન્સી ઘટાડી દીધી છે. સવારે દિલ્હી માટે કોઈ લાઈટ નથી, તેથી કોઈ વ્યકિત એક દિવસની મીટિંગ માટે રાષ્ટ્ર્રીય રાજધાની જવા માંગે તો પણ તેને સુવિધા મળશે નહીં. પૂણે અને ગોવાની લાઇટની સંખ્યા ઘટાડીને અઠવાડિયામાં ત્રણ દિવસ કરવામાં આવી છે. મુસાફરો ફ્રી પિક–અપ અને ડ્રોપ માટે માઈનસ્કયુલ વિન્ડો વિશે પણ ફરિયાદ કરી રહ્યા છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ પિક–અપ અને ડ્રોપ માટે માત્ર ત્રણ મિનિટનો સમય આપ્યો છે. કમિટીએ સર્વે કર્યેા છે કે વાહનમાં પ્રવેશ્યા બાદ બહાર નીકળવામાં આઠ મિનિટ લાગે છે. રાજકોટના એક વેપારીએ જણાવ્યું હતું કે, જો અમે વધુ સામાન લઈ જઈએ અને અમારી પાસે લોકોની સંખ્યા વધુ હોય અને તેમાં પણ વડીલો હોય તો વધુ મુશ્કેલી થાય છે.

શહેરના એક ટ્રાવેલ એજન્ટે જણાવ્યું હતું કે, જો નવા એરપોર્ટનું સફળતાપૂર્વક સંચાલન કરવું હોય તો વધુ સારી સેવાઓ જરી છે. પાકિગના દરો ઘટાડવાની જર છે અને ટેકસી ભાડાને નિયંત્રિત કરવાની જર છે. આ ઉપરાંત એક જાણીતા બીઝનેસમેનએ જણાવ્યું હતું કે હત્પં હવે મુસાફરી માટે ટ્રેનો પસદં કં છું, એરપોર્ટ દૂર છે અને ખરાબ રસ્તાને કારણે પહોંચવામાં ઘણો સમય લાગે છે. જો હત્પં દરેક વસ્તુની ગણતરી કં તો હત્પં માનું છું કે સુપરફાસ્ટ ટ્રેનો વધુ આરામદાયક છે.


નવા ટર્મિનલને પૂર્ણ થવામાં લાગી લાગી શકે છે વધુ સમય

ઇન્ટરનેશનલ લાઇટસએ અત્યારે દિવાસ્વપન જેવું લાગે છે. એરપોર્ટ હાલમાં હંગામી ટર્મિનલથી કાર્યરત છે અને નવા ટર્મિનલને પૂર્ણ કરવાની અંતિમ તારીખ ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૪ નક્કી કરવામાં આવી છે. પરંતુ સૂત્રોએ જણાવ્યું હતું કે આ સમયમર્યાદા પૂરી કરવી અઘરી છે. સરકારે કેન્દ્રીય વાણિય અને વિદેશ મંત્રાલય સાથે સંકલન કરીને કસ્ટમ્સ અને ઇમિગ્રેશન સુવિધાઓને ઝડપી બનાવવી પડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application