સમગ્ર રાજ્યમાં એકમાત્ર ઓખાને બાદ કરતા બધે જ મહત્તમ તાપમાનનો પારો 30 ડિગ્રીને પાર કરી ગયો છે. સૌથી ઊંચું મહત્તમ તાપમાન ડાંગમાં 34.7 ડીગ્રી નોંધાયું છે. સુરતમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવા પામ્યું છે.
રાજ્યના અન્ય શહેરોના મહત્તમ તાપમાનની વાત કરીએ તો ભુજમાં 30.7 નલિયામાં 30.4 અમરેલીમાં 32.4 ભાવનગરમાં 30.8 દ્વારકામાં 30.4 પોરબંદરમાં 32 રાજકોટમાં 33.5 વેરાવળમાં 30.2 સુરેન્દ્રનગરમાં 33 મહુવામાં 32.8 કેશોદમાં 31.3 જૂનાગઢમાં 31 અને દમણમાં 31.6 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવા પામ્યું છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ શિયાળાની સિઝનમાં અત્યારે જેટલું મહત્તમ તાપમાન હોવું જોઈએ તેના કરતાં અમદાવાદ ડીસા ગાંધીનગર અને રાજકોટમાં પાંચ ડિગ્રી વધુ છે. અમરેલી વડોદરા ભાવનગર કંડલા નલિયા અને પોરબંદરમાં ત્રણ ત્રણ ડિગ્રી વધુ તાપમાન છે. ભુજ અને સુરતમાં સરેરાશ કરતા ચાર ડિગ્રી વધુ તાપમાન છે.
સમગ્ર રાજ્યમાં સૌથી નીચું મહત્તમ તાપમાન ઓખામાં 25 ડિગ્રી નોંધાયું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આવતી કાલથી પવનની દિશા બદલાય તેવી શક્યતા છે અને તેના કારણે લઘુતમ અને મહત્તમ તાપમાનમાં ત્રણ દિવસમાં બે થી ત્રણ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાશે.
રાજકોટમાં આજે લઘુતમ તાપમાનનો પારો સામાન્ય ઘટાડા સાથે 15 ડિગ્રી નોંધાયો છે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 85% અને પવનની ગતિ પ્રતિ કલાકના 10 કીલોમીટરની રહેવા પામી છે. જૂનાગઢમાં પણ આજે 85 ટકા ભેજ નોંધાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલિસ્ટિંગ પહેલાં IPO શેરમાં ટ્રેડિંગની મંજૂરી આપવા વિચારણા
January 22, 2025 03:19 PMCM યોગી અને તમામ મંત્રીઓએ કુંભમાં ડૂબકી લગાવી, ગંગા પૂજા કરી; કેબિનેટમાં લેવાયા મોટા નિર્ણયો
January 22, 2025 03:10 PMવનતારામાં લોગિંગ ઇન્ડસ્ટ્રીમાંથી બચાવેલા ૨૦ હાથીઓને કાયમી ઘર મળશે
January 22, 2025 03:10 PMકોલ્ડપ્લેનો ક્રેઝ: મુંબઈથી અમદાવાદ પહોંચવા ફલાઈટ ટિકિટના રૂા.૨૨૦૦૦
January 22, 2025 03:08 PMUPSCએ સિવિલ સર્વિસીસ પરીક્ષાનું નોટિફિકેશન બહાર પાડ્યું, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ અને પ્રક્રિયા
January 22, 2025 03:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech