જામનગરની ખાનગી કોલેજના ૧૨ વિદ્યાર્થીઓ સામે માસકોપી કેસ

  • November 04, 2023 10:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જીટીયુ દ્વારા પરીક્ષાના સીસીટીવી ફૂટેજ નિહાળ્યા પછી  પગલા લેવાયા

જામનગરની એક ખાનગી કોલેજ દ્વારા તાજેતરમાં પરીક્ષા લેવામાં આવી હતી, જે પરીક્ષામાં સીસીટીવી ફૂટેજ ની સીડી અમદાવાદ યુનિવર્સિટીમાં મોકલાવ્યા પછી તેના ફૂટેજ ની ચકાસણી કરવામાં આવતાં જામનગરની કોલેજના ૧૨ વિદ્યાર્થીઓ કોપી  કરતાં નજરે પડ્યા હતા, જેથી તમામ વિદ્યાર્થીઓ સામે માસ કોપી કેસ કરવામાં આવ્યો છે. તેમજ કોલેજના સંચાલકોનો પણ ખુલાસો મંગાયો છે.
જીટીયુ દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં તમામ સેન્ટર પર સીસીટીવી ફરજિયાત હોય છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ એ સીસીટીવી જીટીયુને મોકલવાના હોય છે. જામનગરની અક્ષર પ્રીત ઇન્સ્ટિટયૂટ ઓફ ફાર્મસી દ્વારા પણ પોતાના સીસીટીવી જીટીયુને મોકલી અપાયા હતા.
જેની પરીક્ષા વિભાગ દ્વારા તપાસ કરતાં ફાર્મસીના ૧૨ વિદ્યાર્થીઓ સામુહિક ગેરરીતિ કરતાં ઝડપાયા હતા. વિદ્યાર્થીઓ એકબીજાને પુરવણી આપી રહ્યા હોવાનું જી.ટી.યુ. ને ધ્યાને આવતાં વિદ્યાર્થીઓ સામે કોપીકેસ કરવામાં આવ્યો.
જ્યારે અક્ષરપ્રિત કોલેજ પ્રસાસનને પણ હિયરિંગ બોલાવવામાં આવી છે, કે તેમના ધ્યાને આ સામુહિક કોપી કેમ ના આવી? વગેરે ખુલાસાઓ પણ મંગાયા છે, જેને લઈને ભારે દોડધામ મચી ગઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application